Monday, February 24News That Matters

વાપી GIDC માં આવેલ વાઈટલ કંપનીમાં વાલ્વની ચોરીની શંકામાં કર્મચારીને ગોંધી રાખી માર મારનાર વોન્ટેડ મનોજને SOG એ દબોચી લીધો

વાપી GIDC પોલીસ મથકમાં મારામારી – ગેરકાયદેસર અટકાયતના ગુન્હાના કામે એક વર્ષથી વોન્ટેડ આરોપીને પકડી SOG વલસાડની ટીમે મહત્વની સફળતા મેળવી છે.

 

ઘટના અંગે SOG એ આપેલી વિગતો મુજબ વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રાજદીપસિંહ ઝાલા તરફથી જીલ્લાના નાસતા ફરતા / વોન્ટેડ આરોપીઓ પકડવા સુચના મળતા SOG પોલીસ ઈન્સ્પેકટર એસ. એસ. પવારના માર્ગદર્શન હેઠળ ASI વિક્રમભાઇ મનુભાઇ વાપી વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન મળેલ બાતમી આધારે વાપી GIDC પો.સ્ટેમાં 2022માં નોંધાયેલ IPC કલમ 323, 342, 506(2), 114 મુજબ ગુન્હાનો વોન્ટેડ આરોપી મનોજ યમબહાદુર સિંઘ ઉ.વ .56 રહે. વાપી ચલા, અપના ઘર સોસાયટી, શંકરભાઇની બિલ્ડીંગ રૂમ નં. 306, તથા છીરી જલારામનગર ભોલાભાઇની ચાલમાં રૂમ નં .3, તા.વાપી જી.વલસાડ મુળ રહે.ગામ પોસ્ટ. બિરપુર, તા. કૌલાગઢ, જી. દહેરાદુન, ઉતરાખંડનાને CRPC 41 (1) આઇ મુજબ 17/01/223 ના તાબામા લઇ આરોપીનો કબ્જો વધુ તપાસ અર્થે વાપી GIDC પોલીસ સ્ટેશનમા સુપ્રત કરેલ છે.

 

 

શું હતી ઘટના………..?

ઉપરોકત ગુનાની હકિકત અંગે આપેલી વિગતો મુજબ ગત 13/02/2022ના વાપી GIDC માં આવેલ વાઇટલ લેબોરેટરી પ્રા.લી કંપનીની ઓફીસમા ફરીયાદી સુનીલ જવાહરલાલ સરોજ રહે. છીરી વાપીનાને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી એક સંપ થઇ કંપનીના વાલ્વની ચોરીની શંકા રાખી ઢીકમુક્કીનો માર મારી તથા લાકડી વડે સપાટા મારી ગેરકાયદેસર રીતે ગોંધી રાખી બોઇલરમાં ફેકી દેવાની ધમકી આપી પાછળથી છોડી દઇ પોલીસને જાણ કર્યા વગર કંપનીના માણસોએ કાયદો હાથમા લઇ ગુનો કર્યો હતો. જે બાબતની ફરીયાદ દાખલ થયેલ હતી.

 

 

એક વર્ષે SOG એ ઝડપી પાડ્યો………

 

આમ, છેલ્લા એક વર્ષથી મારામારી – ગેરકાયદેસર અટકાયતના ગુનામા વાપી GIDC પોલીસ સ્ટેશનના વોન્ટેડ રહેલ આરોપીને પકડી પાડવામાં SOG વલસાડની ટીમને મહત્વની સફળતા મળી છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *