Friday, January 31News That Matters

SOG એ વાપી ટાઉનમાં શ્યામ પાન એન્ડ ટી” નામની શોપમાંથી 41,280 રૂપિયાની પ્રતિબંધીત સીગારેટના જથ્થા સાથે દુકાનદાર સામે કાર્યવાહી કરી

વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપ સિંહ ઝાલા દ્વારા “નશામુક્ત વલસાડ” તેમજ નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને નેસ્ત નાબુદ કરવા સુચના આપી છે. જે અંતર્ગત SOG એ વાપી ટાઉન વિસ્તારમાં શ્યામ પાન એન્ડ ટી” નામની શોપમાં તપાસ હાથ ધરી હતી. જેમાંથી 41,280 રૂપિયાની પ્રતિબંધીત સીગારેટના જથ્થા સાથે દુકાનદાર સામે કાર્યવાહી કરી છે.

વલસાડ જિલ્લા પોલીસ નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને ડામવામાં સફળ રહી છે. તેમ છતાં જિલ્લામાં આવેલ પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્સના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઇ-સીગારેટ, ભારતીય હેલ્થ વોર્નીંગ વગરની સીગારેટ તથા ઇ-હુક્કાનું ચોરીછુપીથી વેચાણ કરવામાં આવી રહેલ છે.

આવા રી-ટેઇલર તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતા-દુકાનદારોને શોધી કાઢી તેમના વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા વલસાડ SOGને મળેલ બાતમી આધારે વાપી, ગોકુલ વિહાર સોસાયટી પાસે આવેલ નક્ષત્ર પ્લાઝા શોપ નંબર 10 શ્યામ પાન એન્ડ ટી” નામની દુકાનમાં રેઇડ કરી દુકાનદાર/આરોપી સાગર મનસુખભાઇ મીઠીયાને ઝડપી પાડ્યો હતો.

દુકાનમાં પ્રતિબંધિત ઇ-સીગારેટ તથા વિદેશી ઇમ્પોર્ટેડ સીગારેટ/સીગાર ઉપર તમાકુ ઉત્પાદન અધિનીયમ 2003 મુજબ સીગારેટના પેકેટ ઉપર ચોક્કસ પ્રકારની જોઇ શકાય તેવી જાહેર ચેતવણી સીવાયના સીગારેટ વેચાણ ઉપર પ્રતિબંધ છે જે જાહેર આરોગ્ય વિષયક ચેતવણી નહી દર્શાવેલ ઇમ્પોર્ટેડ સીગારેટનું વેચાણ/સંગ્રહ કરી વિદેશી ઇમ્પોર્ટેડ સીગારેટ/ઇલેકટ્રોનીક-સીગારેટ મળી કુલ્લે 41,280ની કિંમત નો જથ્થો ઝડપી પાડ્યો હતો.

દુકાનદાર સામે THE PROHIBITION OF ELECTRONIC CIGARETTES (PRODUCTION, MANUFACTURE, IMPORT, EXPORT, TRANSPORT, SALE, DISTRIBUTION, STORAGE AND ADVERTISEMENT) ACT, 2019 ની કલમ 7 R/W4 તથા 8 R/W5 મુજબ તથા તમાકુ નિયંત્રણ ધારો (COTPA) 2003 ની કલમ 7(1), 20(1)મુજબ વાપી ટાઉન પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.

આમ, વલસાડ જિલ્લાનું યુવાધન ભારતીય હેલ્થ વિનાની સીગારેટ, ઇ-સીગારેટ કે ઇ- હુક્કાના સેવનના રવાડે ચઢી નશાખોરી આચરી પોતાનું યુવાધન બરબાદ કરી રહેલ હોય. જેથી આ યુવાધન બરબાદ થતુ અટકાવવા અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સુદ્રઢ રીતે જળવાઇ રહે તે માટે પોલીસ અધિક્ષક દ્રારા આપવામાં આવેલ સખ્ત સુચના મુજબ આવનારા સમયમાં વલસાડ જિલ્લામાં આવેલ તમામ પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડક્ટસના હોલસેલ વિક્રેતાઓ ઉપર વોચ ગોઠવી તેમના દ્વારા ભારતીય હેલ્થ વોર્નીંગ વિનાની સીગારેટ, ઇ-સિગારેટ, ઇ-હુક્કા કે આવી કોઇ અન્ય પ્રોડક્ટનું વેચાણ થતુ હશે તો તેમના ઉપર કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

સદર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ગોસ્વામી તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એન.સી.સગર, તથા એ.એસ.આઇ વિક્રમભાઇ મનુભાઇ રાઠોડ તથા હે.કો.સહદેવસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ તથા આ.હે.કો. ઓમપ્રકાશ રણબહાદુરસિંહ રાજપુત તથા પો.કો. કુલદિપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા પો.કો અરશદ યુસુફભાઇ વ્હોરા સામેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *