વલસાડ જિલ્લાના ઉમરગામના મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચીને એક બાઈક સવાર ફરાર થઈ ગયો હતો. રાત્રે બે મહિલાઓ રસ્તા પરથી પસાર થઈ રહી હતી એ વખતે સુમસામ રસ્તા પર પસાર થઈ રહેલી આ મહિલાઓને જોઈ એક બાઈક સવાર ચેઇન સ્નેચરે તેમનો પીછો કર્યો હતો. ને ત્યારબાદ રસ્તા પર રેકી કરી હતી અને મોકો મળતા જ રસ્તા પરથી પસાર થઇ રહેલી એક મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચીને બાઈક સવાર ફરાર થઈ ગયો હતો.
જો કે ચેઈન ખેંચતા જ ભોગ બનેલ મહિલાએ બાઈક સવારનો પીછો કર્યો હતો. પરંતુ બાઇક સવાર ઘટનાસ્થળથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના નજીક લગાવેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આથી સીસીટીવી ફૂટેજ ના આધારે ઉમરગામ પોલીસે આ ચેઈન સ્નેચર ને ઝડપવા તપાસ હાથ ધરી હતી.