શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ, સંચાલિત સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ કેમ્પસમાં તારીખ: 01/03/2025 શનિવારના રોજ બી.એન.બી. ખેલોત્સવ 2025 યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમનો શુભારંભ પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજી, પૂજ્ય રામસ્વામીજી, પૂજ્ય હરિ સ્વામીજી, પૂજ્ય માધવ સ્વામીજી, ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્ટી શ્રીમતી જયશ્રીબેન સોડવડીયા, અન્ય ટ્રસ્ટીગણ, કેમ્પસ એકેડેમિક ડીરેક્ટર ડો. શૈલેશ વી. લુહાર, કેમ્પસ એડમિન ડીરેક્ટર શ્રી. હિતેન બી. ઉપાધ્યાય, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે, દરેક વિભાગના આચાર્યશ્રીઓ જેમાં શ્રીમતી મિનલ દેસાઈ, શ્રીમતી રીના દેસાઈ, શ્રીમતી દક્ષા પટેલ, શ્રીમતી નિતુ સીંગ અને શ્રી ચંન્દ્રવદન પટેલ, દરેક વિભાગના ફીઝીકલ ઇન્સ્ટ્રકટર જેમાં મુખ્ય કો ઓર્ડીનેટર શ્રી પ્રિયંક પટેલ, શ્રી વિરાજ નિકમ, શ્રી મિરેન પટેલ, શ્રી પાર્થ પટેલ અને શ્રીમતી સપના ચૌધરી તેમજ અધ્યાપકો, બીન શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા દીપ પ્રગટ્ય કરી વિદ્યા ની દેવીમાં સરસ્વતીને નમન કરી ખેલોત્સવની પ્રારંભ ઘોષણા કરી રમતોની શરૂઆત કરવામાં આવી હતી.
ફાર્મસી કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સચિન બી. નારખેડેએ ખેલોત્સવનું મહત્વ અને શારીરિક તંદુરસ્તીના ફાયદાઓ અંગે માર્ગદર્શન આપી બી.એન.બી. ખેલોત્સવની શરૂઆત કરવામાં આવી હતી.
આ બી.એન.બી. ખેલોત્સવ 2025 માં સમાવિષ્ટ રમતોમાં 100 મીટરની દોડ સ્પર્ધા (ભાઈઓ અને બહેનો), રીલે-રેસ (ભાઈઓ અને બહેનો), શોટપુટ (ભાઈઓ અને બહેનો), બેડમિનટન, ટેબલ ટેનીસ, ખો-ખો (બહેનો), કબડ્ડી (ભાઈઓ), ચેસ (ભાઈઓ અને બહેનો), કેરમ (ભાઈઓ અને બહેનો), સર્કલ દોડ્જ બોલ (બહેનો), ક્રિકેટ (ભાઈઓ અને બહેનો) વગેરે રમતો કોલેજના વિદ્યાર્થીઓ ઉપરાંત ટ્રસ્ટીશ્રીઓ તથા દરેક સ્ટાફે ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
આ પ્રસંગને ભવ્ય ઉજવણી બનાવવા કોલેજના પરમ પૂજ્ય પુરાણી સ્વામી કેશવચરણદાસજી,મેનેજીંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પુરાણી સ્વામી કપિલજીવનદાસજી, ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રી ડૉ.સચિન બી. નારખેડે તથા રમતગમત ના ઇન્ચાર્જ શ્રીમતી શેતલ દેસાઈ, શ્રીમતી વિધિ પટેલ અને શ્રીમતિ જ્યોતિ યુ. પંડ્યા એ ફીઝીકલ ઇન્સ્ટ્રકટરોનો સ્મૃતિ ચિન્હ અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા. આ ખેલોત્સવમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વિવિધ રમતોમાં પોતાની કુશળતા પ્રદર્શિત કરી હતી.
આ રમતોના ફાઈનલમાં વિજેતા થયેલ જુદીજુદી રમતોમાંથી ભાઈઓની 100 મીટર દોડની સ્પર્ધામાં પ્રથમ વર્ષ બી. ફાર્મસી અને બહેનોની 100 મીટર દોડની સ્પર્ધામાં ત્રીજા વર્ષ બી. ફાર્મસીના વિદ્યાર્થી, રીલે રેસ 100 મીટર દોડની સ્પર્ધામાં ત્રીજા વર્ષ બી. ફાર્મસી બેહનો ની ટીમ અને ત્રીજા વર્ષ બી. ફાર્મસીના ભાઈઓની ટીમ, રીલે રેસ 400 મીટર દોડની સ્પર્ધામાં અંતિમ વર્ષ બી. ફાર્મસી બેહનોની ટીમ અને પ્રથમ વર્ષ બી. ફાર્મસીના ભાઈઓની ટીમ, ખો-ખો સ્પર્ધામાં અંતિમ વર્ષ બી. ફાર્મસીની બહેનોની ટીમ, કેરમ (ભાઈઓ અને બહેનો) ની સ્પર્ધામાં અંતિમ વર્ષ બી. ફાર્મસીના વિદ્યાર્થી, ચેસ (ભાઈઓ અને બહેનો) ની સ્પર્ધામાં ત્રીજા વર્ષ બી. ફાર્મસીના વિદ્યાર્થી, સર્કલ દોડ્જ સ્પર્ધામાં પ્રથમ વર્ષ બી. ફાર્મસીની બહેનોની ટીમ, (ભાઈઓ અને બહેનો)ની શોટપુટ સ્પર્ધામાં અંતિમ વર્ષ બી. ફાર્મસીના વિદ્યાર્થી, કબડ્ડી સ્પર્ધામાં પ્રથમ વર્ષ બી. ફાર્મસીના ભાઈઓની ટીમ, ટેબલ ટેનીસ (ભાઈઓ અને બહેનો) ની સ્પર્ધામાં અંતિમ વર્ષ બી. ફાર્મસીના વિદ્યાર્થી, બેહનોની બેડમિનટનની સ્પર્ધામાં પ્રથમ વર્ષ બી. ફાર્મસી અને ભાઈઓની સ્પર્ધામાં ત્રીજા વર્ષ બી. ફાર્મસીના વિદ્યાર્થી અને ભાઈઓની ક્રિકેટ મેચમાં ત્રીજા વર્ષ બી. ફાર્મસીની ટીમ અને બહેનોની ક્રિકેટ મેચમાં અંતિમ વર્ષ બી. ફાર્મસીની ટીમ વિજેતા બની હતી.
આ ઉપરાંત અંતિમ વર્ષ બી. ફાર્મસીના વિદ્યાર્થીઓએ મહતમ ગુણ મેળવી ઓવરઓલ ચેમ્પિયનશીપ ટ્રોફી પોતાના નામે કરી હતી. આ દરેક વિજેતાઓને પરમ પૂજ્ય સ્વામીજી, ટ્રસ્ટીગણ, ડીરેક્ટરશ્રીઓ, આચાર્યશ્રીઓના વરદ હસ્તે ટ્રોફી, સર્ટીફીકેટ અને મેડલ્સ એનાયત કરવામાં આવ્યા હતા.
આવી મનોરંજનથી ભરપૂર અને ગતિશીલ રમતોના કાર્યક્રમ બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજી, પૂજ્ય રામ સ્વામીજી, પૂજ્ય હરિ સ્વામીજી, પૂજ્ય માધવ સ્વામીજી ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્ટી શ્રીમતી જયશ્રીબેન સોડવડીયા, ટ્રસ્ટીગણ, કેમ્પસ એકેડેમિક ડીરેક્ટર ડૉ. શૈલેશ વી. લુહાર, કેમ્પસ એડમિન ડીરેક્ટર શ્રી. હિતેન બી. ઉપાધ્યાય, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડ, શિક્ષકો અને સ્ટાફે દરેક રમતવીરોને હાર્દિક અભિનંદન આપી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.