Saturday, December 21News That Matters

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ MPharmની ફાર્માસ્યુટિકસ અને ક્વોલિટી એસ્યુરન્સ શાખાનું 100 ટકા રિઝલ્ટ, કોલેજની 8 વિદ્યાર્થીનીઓએ બ્રાંચ વાઈઝ પરિણામમાં અગ્ર સ્થાન પ્રાપ્ત કર્યું

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી (GTU) દ્વારા માસ્ટર ઓફ ફાર્મસી (MPharm)ના વિન્ટર સેશનના ત્રીજા સેમેસ્ટરની પરીક્ષાનું પરિણામ તારીખ: 18/12/2024 બુધવારના રોજ GTU દ્વારા જાહેર થયેલ હતું. દર વર્ષની જેમ GTU ટોપ ટેનમાં રહેવાની પરંપરા આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ જાળવી રાખી છે. 

જેમાં ફાર્માસ્યુટિકસ અને ક્વોલિટી એસ્યુરન્સ, બંને શાખાનું 100 ટકા પરિણામ સાથે કોલેજના વિદ્યાર્થીઓ GTU ટોપ ટેનના પરિણામમાં ઝળકીયા તેમજ બ્રાંચ વાઈઝ પરિણામમાં 8 વિદ્યાર્થીનીઓ અગ્ર સ્થાન પ્રાપ્ત કરી સોનેરી સિધ્ધિ મેળવી, જે કોલેજ અને સંસ્થા માટે અતિ ગૌરવવંતી બાબત છે.

આ જાહેર થયેલા પરિણામમાં 8 વિદ્યાર્થીનીઓ બ્રાંચ વાઈઝ પરિણામમાં તેમજ જી.ટી.યુ. ટોપ ટેનમાં રહ્યા છે. જેમાં જી.ટી.યુ. બ્રાંચ વાઈઝ પરિણામ જોતા ફાર્માસ્યુટિકસ શાખામાંથી તિવારી નંદની જયનારાયણ 9.45 CPI અને 10.00 SPI પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે,

તેમજ યાદવ કરીના લક્ષ્મણ 9.12 CPI પ્રાપ્ત કરી ત્રીજા ક્રમે, આહિર હેમિની મુકેશભાઈ 9.04 CPI સાથે ચોથા ક્રમે, સિધ્ધિ સિંદે 9.04 CPI સાથે પાંચમાં ક્રમે, ગાંધી નિશા 9.01 CPI અને 10.00 SPI પ્રાપ્ત કરી છઠ્ઠા ક્રમે અને પટેલ હિરાન્શી અરુણભાઈ 9.01 CPI સાથે આઠમો ક્રમ પ્રાપ્ત કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે,

તેમજ ફાર્માસ્યુટિકલ ક્વોલીટી અસ્યોરન્સ શાખામાંથી બ્રાંચ વાઈઝ પરિણામ જોતા આહિર અદિતિ સંજયભાઈ 9.15 CPI પ્રાપ્ત કરી ત્રીજા ક્રમે અને અનુષ્કા દિલીપ દિઘે 8.99CPI સાથે યુનિવર્સીટીમાં સાતમો ક્રમ પ્રાપ્ત કરી સંસ્થા, કોલેજ, તેમના માતા-પિતા અને સમગ્ર વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

આવા શ્રેષ્ઠ વિજયી પરિણામો બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજી, પૂજ્ય રામ સ્વામીજી, પૂજ્ય હરિ સ્વામીજી,  ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્ટીગણ, કેમ્પસ એકેડેમિક ડીરેક્ટર અને એમ. ફાર્મ હેડ ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્પસ ડીરેક્ટર શ્રી. હિતેન બી. ઉપાધ્યાય, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે, તેમજ સ્ટાફે એમ.ફાર્મસી ના વિદ્યાર્થીઓને અને વાલીઓને શુભેચ્છા પાઠવી અને ભવિષ્યમાં પણ આવી  ઉજ્જવળ પ્રગતિ કરે તેવા આશીર્વચન આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *