Friday, October 18News That Matters

શ્રીમતી BNB સ્વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીએ ગોલ્ડ મેડલ મેળવી ગગનચુંબી સિધ્ધી હાંસિલ કરી

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પુરાણી સ્વામી કેશવચરણદાસજી અને પરમ પૂજ્ય પુરાણી સ્વામી કપિલજીવનદાસજી ના આશીર્વાદ તેમજ સંસ્થાના એકેડેમિક ડીરેક્ટર અને એમ. ફાર્મના હેડ ડૉ. શૈલેષ વી. લુહાર અને કોલેજના આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે, સ્ટાફના માર્ગદર્શન, વિદ્યાર્થીઓના માતા-પિતા ના આશીર્વાદ અને વિદ્યાર્થીઓની અથાગ મહેનતને કારણે કોલેજ સતત પાંચ વર્ષ થી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીમાં ગોલ્ડ મેડલ મેળવેલ છે,

જેમાં એમ. ફાર્મસી ના વિદ્યાર્થીઓએ 5 ગોલ્ડ મેડલ અને બી. ફાર્મસીના 1 ગોલ્ડ મેડલ એમ મળીને કુલ 6 ગોલ્ડ મેડલ મેળવી કોલેજ તથા સંસ્થાની ખ્યાતીમાં વધારો કરી રહ્યા છે. જેમાં શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની એમ. ફાર્મ ના ફાર્માસ્યુટિકસ શાખાનો વિદ્યાર્થી સંજયભાઈ ભરતભાઈ સરવૈયા સમગ્ર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીમાં ફાર્માસ્યુટિકસ શાખામાં અગ્ર સ્થાને રહ્યા બદલ ગોલ્ડ મેડલ મેળવી ગગનચુંબી સિધ્ધી હાંસિલ કરી કોલેજ તેમજ સંસ્થાની નામનામાં વધારો કર્યો છે.

જે બદલ વિદ્યાર્થી ને તા. 20/01/2024 શનિવાર ના રોજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીના 13માં વાર્ષિક પદવી સમારંભમાં ગોલ્ડ મેડલ ઈસરો,અમદાવાદ ના ડાયરેક્ટર ડૉ. નિલેષ દેસાઈ ના વરદ હસ્તે આપવામાં આવ્યા છે. આ ઝળહળતી સિધ્ધી માટે તેમના ગાઈડ પ્રોફેસર ડૉ. અનુરાધા પી. પ્રજાપતિ અને એમ. ફાર્મના હેડ ડૉ. શૈલેષ વી. લુહાર તેમજ કોલેજના આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે ના સંપૂર્ણ માર્ગદર્શન તેમજ પોતાના માતાપિતા ના આશીર્વાદ મેળવી સમગ્ર ગુજરાતમાં કોલેજનું અને સંસ્થા નું નામ આગળ લાવ્યું છે.

આવી ઝળહળતી સિદ્ધિ બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી,મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પુરાણી સ્વામી કપિલજીવનદાસજી, પૂજ્ય રામ સ્વામી, સંસ્થાના ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા તથા અન્ય ટ્રસ્ટીશ્રીઓ, એકેડેમિક ડીરેક્ટર અને એમ. ફાર્મના હેડ ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્પસ ડીરેક્ટર શ્રી હિતેન બી. ઉપાધ્યાય, આચાર્ય ડૉ. સચિન બી. નારખેડે, અને તમામ સ્ટાફે વિદ્યાર્થી ને અભિનંદન પાઠવી આશીર્વચનઓ આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *