સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં કામલી ફળિયામાં આવેલ સિદ્ધિ વિનાયક કોમ્પ્લેક્ષ ખાતે The Fashionic Unisex Saloonનો પ્રારંભ થયો છે. પુરુષો અને મહિલાઓ માટેના આ સાલુંનનું સેલવાસ નગરપાલિકા પ્રમુખ રંજન શેટ્ટીના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ સલૂન બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં જાણીતા મેક-અપ આર્ટિસ્ટ રાજુકુમાર ઠાકુર પાસેથી તાલીમ મેળવેલ સેલવાસના માયા ચંદે દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.
સેલવાસના કામલી ફળિયામાં 20 વર્ષથી રહેતા માયા ચંદે એક ગૃહિણી છે. જેને કઇંક નવું કરવાનો વિચાર આવ્યો હતો. જેથી તેમણે બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં જાણીતા મેક-અપ આર્ટિસ્ટ રાજુકુમાર ઠાકુર પાસે તાલીમ લઈ આ સલૂન શરૂ કર્યું છે. જેના ઉદ્દઘાટન પ્રસંગે તેમના પરિવારજનો, મિત્રો, રાજુકુમાર ઠાકુર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ સલૂનમાં રહેલી અદ્યતન સામગ્રી અને તેના ઇન્ટિરિયર ડિઝાઇન અંગે ખૂબ જ વખાણ કર્યા હતાં.
આ સલૂન શરૂ કરવા અંગે માયા ચંદે એ જણાવ્યું હતું કે, તેમના પતિ વિદેશમાં રહે છે. પોતે સેલવાસમાં બે બાળકો સાથે રહે છે. તેમણે કંઈક નવું કરવાનું વિચાર્યું હતું. જે માટે તેઓ રાજુ કુમાર ઠાકુરને મળ્યા હતા. તેઓ એક મેક-અપ આર્ટિસ્ટ તરીકે બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં ખાસું નામ ધરાવે છે. જેથી તેમને મળી તેમની પાસે મેકઅપ આર્ટિસ્ટ, હેર સ્ટાઈલ વગેરે અંગે ક્લાસીસ જોઈન કર્યા હતા. આઠ મહિનાની તાલીમ બાદ તેમની પ્રેરણાથી આ The Fashionic Unisex Saloon શરૂ કર્યું છે. તેમની ઈચ્છા છે કે સેલવાસમાં રહેતા હોય સેલવાસના યુવાનો, ગૃહિણીઓની સુંદરતામાં નિખાર લાવવો. તેમજ એકેડમી શરૂ કરી સેલવાસમાં મહિલાઓ, પુરુષો, ગૃહિણીઓને આ વ્યવસાયમાં પગભર કરવા તાલીમ આપવી.
તો બોલીવુડમાં હેર સ્ટાઈલલિસ્ટ અને મેકઅપ મેન તરીકે જાણીતા રાજુકુમાર ઠાકુરે જણાવ્યું હતું કે આ તેમની પાંચમી બેચની સ્ટુડન્ટ છે જેને તેમણે જે પણ શીખવ્યું છે તે તેને પુરા ખંતથી શીખ્યું છે. માયા ચંદેની તાલીમ બાદ તેને સર્ટિફિકેટ ઇનાયત કરવામાં આવ્યું છે. તેમની ઈચ્છા હતી કે આ પ્રકારે સલૂન ખોલવામાં આવે જે માટે સંપૂર્ણ સહકાર આપ્યો છે. કેમિકલ, હેર, મેકઅપ તમામ કાર્ય માટે માયા પારંગત છે. રાજુ કુમાર ઠાકુર મુંબઈમાં ઝીટીવી, સ્ટાર પ્લસ, કલશ જેવી ચેનલો સાથે કામ કરે છે. તેમણે હાલમાં જ બે શૉ કમ્પ્લીટ કર્યા છે. ઝલક દિખલાજા જેવા સુપરહિટ કાર્યક્રમમાં પણ તેઓ કામ કરે છે.
The Fashionic Unisex Saloon ના ઉદ્દઘાટન પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા સેલવાસ નગરપાલિકાના પ્રમુખ રંજન શેટ્ટીએ પણ માયાચંદેને શુભકામના આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સેલવાસમાં આ સલૂન મેલ- ફિમેલને તેનો લાભ આપશે. આ બિઝનેસમાં તેઓ આગળ વધે અને આવી વધુ બ્રાન્ચો ખોલે તેવી શુભકામના છે.
ઉલ્લેખનીય છે કે, મુંબઈ, દિલ્લી, અમદાવાદ જેવા મેટ્રોપોલિટન સિટીમાં જોવા મળતી અદ્યતન સુવિધાઓ ધરાવતી બ્રાન્ચ હવે ધીરેધીરે સેલવાસમાં પણ ખુલી રહી છે. સેલવાસ સ્માર્ટ સીટી તરફ કદમ ભરી રહ્યું છે. અહીંના સ્થાનિક લોકો પણ બ્રાન્ડેડ ચીજવસ્તુઓ સહેલાઈથી મેળવી શકે તે માટે અનેક બ્રાન્ચ ઉપલબ્ધ છે. ત્યારે, મુંબઈ બોલીવુડમાં મેકઅપ આર્ટિસ્ટ તરીકે ખ્યાતિ મેળવવા સાથે 4 વર્ષમાં 200 જેટલા યુવાનોને મેકઅપ, હેર કટિંગ, બ્રાઇડલની તાલીમ આપી ચૂકેલા અને જેના થકી 50 જેટલા યુવાનો આ વ્યવસાયમાં સફળ થઈ ચુક્યા છે. તેવા રાજુ કુમાર ઠાકુરના શિષ્યા માયા ચંદે પણ આ સલૂન ખોલી પ્રગતિ કરે તેવી આશા સલૂનના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત તેમના મિત્રો, પરિવારજનોએ સેવી હતી.