ગુરુવારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ સરીગામ GIDC ના સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (SIA)ની AGM & Half Yearly General Meeting (AGM) મળી હતી. આ AGM માં પ્રમુખ કમલેશ ભટ્ટની અધ્યક્ષતામાં મોટી સંખ્યામાં ઉદ્યોગકારો, કમિટી મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતાં. જેમની સમક્ષ બે વર્ષમાં થયેલા કામ,આવનારા દિવસોમાં થનારા કામના અહેવાલો તેમજ સરીગામ ઇન્ડસ્ટ્રીઝ ના વિકાસમાં સહભાગી થવા અપીલ સાથે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
AGM માં પ્રમુખ કમલેશ ભટ્ટ, સિરિષ દેસાઈ સહિતના ઉદ્યોગકારોએની ઉપસ્થિતીમાં સૌ પ્રથમ વાર્ષિક હિસાબ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં આખા વર્ષ દરમિયાન કરેલી કામગીરી નો સભ્યોને ચિતાર આપવામાં આવ્યો હતો તેમજ છ વર્ષથી એસ્ટેટની ડિરેક્ટરીનું કાર્ય બાકી હતું તે ડીલીટ કરીને તૈયાર કરી તેનો વિમોચન કરવામાં આવ્યું હતું આવનારા સમયમાં જે વિકાસના કામ કરવાના છે તે અંગે વિગતો પૂરી પાડી કંપની સંચાલકોને કંપનીના એક્સપાન્શન કરવા અંગે સરી ગામના વિકાસના સહભાગી થવા અંગે વિશેષ ચર્ચા કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યો હતો.
તો, સરીગામ ઇન્ડસ્ટ્રીઝ વેસ્ટેટ સ્માર્ટ સુંદર એસ્ટેટ બને પર્યાવરણ, રોડ, સ્વચ્છતા, ગટર, અદ્યતન ફાયર સ્ટેશન બાબતે ઉત્તમ કામગીરી પુરી પાડે, કેબલ એસ્ટેટમાં અંડર ગ્રાઉન્ડની થઈ રહેલી કામગીરી, ડોમેસ્ટિક વેસ્ટ માટે ફાળવવામાં આવેલ જમીન અને એસ્ટેટમાં જેટકો દ્વારા ત્રણ ફીડરની ફાળવણીથી કંપનીમાં પાવરનો પ્રશ્ન હલ કર્યો હોવાનુ જણાવ્યું હતું.
સરીગામ બાય પાસ બિસ્માર રસ્તા માટે ટેન્ડર પ્રકિયા બાદ એજન્સીએ કામ છોડી દીધું હોવાનું જણાવ્યુ હતું.એસ્ટેટમાં 15 MLD ની સીઈટીપીની ક્ષમતામાં 10 એમએલડીના વધારા સાથે અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનની જગ્યાએ આવનાર દિવસોમાં ઓવર હેડ ડ્રેનેજ લાઇન નાંખવાની કામગીરી અંગે જાણકારી આપી હતી. તેમજ આગામી દિવસમાં ડીપ સી પાઇપલાઇન પ્રોજેકટ, સોલોડ વેસ્ટ પ્રોજેકટ, કેન્ટિંગની જગ્યા પર એસઆઇએ ભવનનું બાંધકામ, પ્લોટ ફાળવણી જેવા કાર્ય ટૂંક સમયમાં ચાલુ કરવા અંગે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પ્રમુખ કમલેશ ભટ્ટ, શિરીષ દેસાઈએ એસ્ટેટમાં થયેલા કામોની ઉદ્યોગપતિઓને જાણકારી આપી હતી.SIAની ટીમે નવી બનાવેલ ડિરેક્ટરીનું વિમોચન કર્યું હતું. વાર્ષિક સાધારણ સભામાં સેક્રેટરી હેમંત મંડોલી,કિશોર ગજેરા, નોટીફાઇડ ચેરમેન કૌશિક પટેલ, નીતિન ઓઝા, જે. કે રાય, દિલીપ ભંડારી સહિત એસઆઇએનાં હોદેદારો અને અગ્રણી ઉદ્યોગપતિ ઉપસ્થિત રહ્યા હતા.