હાલ સમગ્ર દેશમાં 54th National Safety Week ઉજવવામાં આવી રહ્યું છે. દર વર્ષે 4 માર્ચ થી 10 માર્ચ સુધી આ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો હેતુ વિવિધ ક્ષેત્રોમાં સલામતીના મહત્વને મજબૂત કરવાનો અને અકસ્માત જેવી ઘટનાઓ નિવારવા તેમજ સલામતી પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.
હાલ વાપી GIDC માં પણ મોટાભાગની કંપનીઓ આ દિવસને ધ્યાને રાખી કંપનીના મુખ્ય ગેટ પર સેફટી વિકનું બેનર લગાવી દરેક કર્મચારીઓને સેફટીના સ્ટીકર્સ આપી સલામતી પ્રત્યે જાગૃત કરવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે. સામાન્ય રીતે 500 રૂપિયાનું બેનર અને 1000 રૂપિયા સ્ટીકર્સ પાછળ થતો ખર્ચ પણ કેટલીક કંપનીઓ કરતી નથી. ત્યારે, આવી કંપનીઓ સેફટી બાબતે કેટલી જાગૃત હશે તે સવાલ છે.
વાપીમાં Galva Decoparts Pvt. Ltd. અને My Rangoli Fibre Reinforced Pvt. Ltd. જેવી ઘણી કંપનીઓ છે. જેના ગેટ પર 500 રૂપિયાનું એક સેફટી વિકનું બેનર પણ લગાવવામાં આવ્યું નથી. CSR ફંડ અને અન્ય પર્યાવરણીય જાગૃતિ માટે પોતાની વેબસાઇટ્સમાં અનેક ફોટા અને વાહવાહીની ગુલબાંગ મારતી આ કંપનીઓ જો ધરાતલ પર એક બેનર પણ નથી લગાવતી તે કર્મચારીઓ માટે શું તંબુરો સુરક્ષા સલામતી ને ધ્યાનમાં લેતી હશે.
આ બાબતે તમામ ઉદ્યોગોનો ઠેકો લઈ ફરતા GIDC, VIA, GPCB ના અધિકારીઓએ લાલ આંખ બતાવી ઠપકો આપવો જરૂરી છે. તો, કંપનીના માઇબાપ બનેલા સંચાલકોએ પણ આ ઉજવણી સંદર્ભે જાગૃત બનવું જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષ 2025માં 4th march to 10th march દરમ્યાન ઉજવાઈ રહેલું સલામતી સપ્તાહ 54th National Safety Week નું સૂત્ર છે. “Safety and Well-Being Crucial For VIKSIT BHARAT” પણ આવી બેદરકાર કંપનીઓની નીતિને જોતા લાગે છે. કે આ સંચાલકોને માત્ર પૈસા કમાવવામાં રસ છે. દેશહિતની કે પર્યાવરણ, સલામતી, સુરક્ષા સાથે તેમને કશી જ લેવાદેવા નથી.
આપ ને જણાવી દઈએ કે, શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા 1966માં સ્થાપના કરાયેલી નેશનલ સેફ્ટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (NSC) ના સ્થાપના દિવસને ચિહ્નિત કરવા માટે 1972 માં પ્રથમ વખત રાષ્ટ્રીય સુરક્ષા દિવસ મનાવવામાં આવ્યો હતો. ઉદ્દેશ્ય ઔદ્યોગિક સલામતી વિશે જાગૃતિ લાવવા અને ફેક્ટરીઓ, બાંધકામ સાઇટ્સ અને અન્ય જોખમી કાર્યસ્થળોમાં અકસ્માતો ઘટાડવાનો હતો. ત્યારથી, રાષ્ટ્રીય સુરક્ષા દિવસ એ માર્ગ સલામતી, અગ્નિ સલામતી, પર્યાવરણીય સુરક્ષા અને વ્યક્તિગત સુખાકારીને આવરી લેવા માટે દર વર્ષે ઉજવવામાં આવે છે.