Sunday, December 22News That Matters

સેલવાસ પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું, મોજશોખ માટે બાઇક ચોરી કરતા સગીરવયના ચોર પાસેથી મળી 7 બાઇક

સેલવાસ :- સેલવાસ પોલીસે એક સગીરવયના બાઈક ચોરને ઝડપી પાડી તેમની પાસેેેથી ચોરીની 7 મોટરસાયકલ કબ્જે કરી હતી. પકડાયેલ સગીર બાઇક ચોર આ ચોરી પોતાના મોજશોખ માટે કરતો હોવાનું અને જ્યાં પેટ્રોલ પૂરું થાય તે વિસ્તારમાં બાઇક છોડી બીજી બાઇકની ચોરી કરી નાસી જતો હતો. બાઇક ચોરીમાં પકડાયેલ ચોર સગીર વયનો હોય જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ ના આદેશ આધારે સુરત ઓબ્ઝર્વેશન હોમમાં મોકલી આપ્યો છે.
 સેલવાસ પોલીસે વિગતો આપી હતી કે જિતેન્દ્રકુમાર રામબ્રિજ સિંગ નામના ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે તેમની 50 હજાર ની કિંમતની DN09-J-6310 નંબરની મોટરસાયકલને સેલવાસ વિનોબા ભાવે હોસ્પિટલ નજીક આવેલ સુરભી બાર સામે પાર્ક કરી હતી. ત્યારે કોઈ અજાણ્યો ચોર તેમની બાઇકને ચોરી ગયો હતો. આ ફરિયાદ આધારે સેલવાસ પોલીસે ચોરને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી.

જેમાં DIGP વિક્રમજીત સિંઘના માર્ગદર્શન હેઠળ અને સેલવાસ જિલ્લા પોલીસવડા હરેશ્વર સ્વામીની સૂચના આધારે પોલીસે મુખ્ય સ્થળો પરના CCTV ફૂટેજ ચેક કરી, બાતમીદારો પાસેથી બાતમી એકઠી કરી એક સગીરવયના યુવકની ધરપકડ કરી હતી. યુવકની પૂછપરછ કરતા તેમણે ફરિયાદીની બાઇક ચોરી હોવાની કબૂલાત કરી હતી. સાથે જ અન્ય 6 બાઇકની ચોરી કરી હોવાનો ખુલાસો કરતા પોલીસે કુલ 7 બાઇક કબ્જે કરી હતી.
બાઇક ચોરીમાં પકડાયેલ ચોર સગીર વયનો હોય જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ ના આદેશ આધારે સુરત ઓબ્ઝર્વેશન હોમમાં મોકલી આપ્યો હતો. પોલીસ પૂછપરછમાં આ સગીર ચોર પોતાના મોજશોખ માટે વિવિધ વિસ્તારમાંથી બાઇકની ચોરી કરતો હતો. અને જ્યાં પેટ્રોલ પૂરું થઈ જાય ત્યાં બાઇક છોડીને બીજી બાઇક ચોરી કરીને નાસી જતો હતો. ટૂંકમાં સેલવાસ પોલીસ ને બગાસું ખાતા પતાસું મળ્યું હોય તે કહેવત મુજબ 7 બાઇક ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *