વલસાડ જિલ્લા પોલીસના 3 પોલીસકર્મીની ઇ-ગુજકોપ પ્રોજેકટ અંતર્ગત ‘e-Cop of the Month’ એવોર્ડ (ઓગસ્ટ 2022) માટે પસંદગી થતા જિલ્લા પોલીસ બેડા માં ખુશી ની લાગણી ફેલાઈ છે.
આ અંગે મળતી વિગતો મુજબ ASI વિક્રમ મનુભાઇ રાઠોડ (ભાવનગર વતની મૂળ ગામ અકવાડા, હાલ SOG વાપી ASI તરીકે ફરજ બજાવે છે) પોલીસ કોન્સ્ટેબલ કેવલ લીલાભાઇ દેસાઇ અને સુરેશ ચંદુભાઇ કટેરીયાની ઇ-ગુજકોપ પ્રોજેકટ અંતર્ગત ‘e-Cop of the Month’ એવોર્ડ (ઓગસ્ટ 2022) માટે પસંદગી થતા જિલ્લા પોલીસ બેડામાં હરખની હેલી છવાઈ છે. DGP ગુજરાત ના હસ્તે ત્રણેય પોલીસકર્મીને એવોર્ડ આપવામાં આવ્યા છે. સુંદર કામગીરી બદલ ત્રણેય પોલીસ જવાનોને એવોર્ડ મળતા જિલ્લાના પોલીસકર્મીઓએ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.