Friday, October 18News That Matters

ઉમરગામ ભાજપે માંડા ગામે ચૂંટણી પ્રચાર સભામાં સરપંચ ને આમંત્રણ નહિ આપતાં સરપંચ પરિવારે નારાજગી વ્યક્ત કરી

લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના ચૂંટણી પ્રચાર માટે દરેક પક્ષો ગામડા ખૂંદી રહ્યા છે. વલસાડ ડાંગ બેઠક માટે પણ ભાજપ જિલ્લામાં જોરશોરથી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં યોજાતી ચુંટણી પ્રચાર સભાઓમાં પાર્ટીના કાર્યકરો, સરપંચો ને જ આમંત્રણ પાઠવવામાં નહિ આવતું હોય તેવા લોકોમાં નારાજગી નો સુર ઉઠ્યો છે

વલસાડ લોકસભા સીટ-26ના ભાજપના ઉમેદવાર ધવલ પટેલે 31/03/2024ના રવિવારે ઉમરગામ તાલુકાના માંડા ગામે લાઇબ્રેરી નજીક ચૂંટણી સભા યોજી હતી. સભામાં સ્થાનિકોની પાંખી હાજરી વર્તાતા સભા ફ્લોપ ગઈ હતી. આ બાબતે ચૂંટણી પ્રભારી અને ભાજપ સંગઠને આયોજકોને ઠપકો પણ આપ્યો હતો. હકીકતમાં હાલ ઉમરગામ પંથકમાં ભાજપનો દબદબો રહ્યો છે. ત્યારે આવી સભામાં ખેચતાણની પ્રવૃત્તિ થકી ગામના પ્રથમ નાગરિક સરપંચ સંગીતાબેન પ્રભુ ઠાકરીયા સહિત વોર્ડના સભ્યોને આમંત્રણ ન આપતા પોતાનું તથા સમાજનું અપમાન થયું હોવાના આક્ષેપો વર્તમાન સરપંચ દ્વારા કરવામાં આવ્યા છે.

ઉમરગામ વિધાનસભા બેઠકમાં આદિવાસી સમાજના 10,000થી વધુ મત્તો ધરાવતા માંડા ગામના લોકોએ લોકસભા ઉમેદવાર ધવલ પટેલની પ્રચાર સભામાં સ્વયંભૂ જવાનું ટાળતા સભાનો ફિયસ્કો થઈ થયો હતો. ઉમરગામ તાલુકાના પ્રથમ ધારાસભ્ય સતુભાઈ ઠાકરીયાના સુપુત્ર પ્રભુ અને દિલીપ ઠાકરીયાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, ભાજપ પક્ષમાં તેમના સાથે થતા અન્યાય, ખેંચતાણ અને લણી લેવાની ભાવના સહિત ઘોર અપમાન કરવા સાથે તેમના પરિવારને આડકતરી રીતે હેરાન કરતા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

માંડા ગામ વર્ષોથી કોંગ્રેસમય રહ્યું હતું.1990માં પ્રભુ ઠાકરીયાએ ભાજપની કંઠી બાંધી ઘનિષ્ઠ કાર્યકર્તા, પૂર્વ સરપંચ અને તા.ભાજપ સંગઠન મહામંત્રી તરીકે સેવા બજાવી, 1995માં પ્રથમ વખત માંડા ગ્રા.પં જીતીને 2 ટર્મ ગ્રા.પંમાં ભાજપનું શાસન ચલાવ્યું હતું.

ગ્રા.પંની ચૂંટણી વખતે પણ ધારાસભ્યના ખેંચતાણની પ્રવૃત્તિમાં ફરી એકવાર ગ્રા.પં કોંગ્રેસના ફાળે ગઈ હતી.10 વર્ષ બાદ ફરીવાર ગ્રા. પં ચૂંટણીમાં માંડા ગ્રામ પંચાયત ભાજપને ફાળે આવી. આખું ગામ ભાજપમય બનાવવાનું કામ ઠાકરિયા પરિવાર થકી કરવામાં આવ્યું છે. ત્યારે ધારાસભ્ય તેમના પરિવારને વારંવાર અપમાન કરતા આવ્યા હોવાના ગંભીર આક્ષેપો કરી હાલના ચૂંટણી પ્રભારીઓ, તાલુકા અને જિલ્લા ભાજપ સંગઠન આ ઘટનાની નોંધ લે એવી આશા વ્યક્ત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *