Friday, October 18News That Matters

સરીગામ લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળાના વિદ્યાર્થીએ “KenKen ઈન્ટરનેશનલ ઓલિમ્પિયાડ” સ્પર્ધામાં ભારતને ‘સુવર્ણ ચંદ્રક’ અપાવ્યું

ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે આવેલ શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત શ્રીમતિ.શાંતાબેન હરિભાઈ ગજેરા સંચાલિત લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળાનો વિદ્યાર્થી કુશલ રામરખ્યાની *KenKen* દ્વારા આયોજિત ‘ગણિત કોયડો ઉકેલ’ સ્પર્ધામાં સમગ્ર ભારત દેશ કક્ષાએ સુવર્ણચંદ્રક મેળવ્યું છે.કુશલ રામરખ્યાની પોતાનો ઉત્સાહ,ધગશ,અથાગ પરિશ્રમ થકી અને શાળાના ગણિત વિભાગના શિક્ષકોના યોગ્ય માર્ગદર્શન હેઠળ ‘KenKen કોયડા ઉકેલ’ સ્પર્ધામાં ભારત દેશને આપવામાં આવેલ 14 ચંદ્રકોમાંથી એક સુવર્ણચંદ્રક લાવી શાળા તથા દેશનું નામ રોશન કરવામાં આવતા ખુશીની લાગણી શાળા પરિસરમાં પ્રસરી હતી.

કુશલ રામરખ્યાનીએ વૈશ્વિક સ્તરે સુવર્ણચંદ્રક મેળવવા બદલ શાળાના ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરા, ટ્રસ્ટી કુ. કિંજલ ગજેરા તથા શાળાના આચાર્ય પ્રવીણભાઈ પવાર અને લક્ષ્મી શાળા પરિવાર તરફથી સ્નેહભર્યા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *