વલસાડના સરીગામ GIDC નજીક કરજગામનાં બોરના પાણી લાલ કલરના નીકળતા હોય! એ માટે ઉદ્યોગો જવાબદાર હોય ઉદ્યોગોના કેમિકલ યુક્ત પાણીએ જળ, જમીન,પર્યાવરણને સંપૂર્ણ પણે નષ્ટ થવાના આરે પહોંચાડી દેતા આ અંગે ગામલોકોએ જીપીસીબી ના અધિકારી પાસે પહોંચ્યા હતાં. ગામલોકોએ પ્રદુષિત પાણી ના કેન અધિકારીના ટેબલ પર મૂકી આ પ્રદૂષિત પાણી અંગે જવાબદાર કંપની કઈ સામે કાર્યવાહી કરવા રોષ વ્યકત કર્યો હતો.
સરીગામ જીઆઈડીસી નજીક કરજગામનાં બોરીંગમાં લાલ કલરનું પાણી નીકળતા ગામનાં બોરિંગ ખરાબ થઇ ગયા હોવાની બૂમરેંગ ઉઠતા બોરિંગમાંથી નીકળતા લાલકલારનું પાણી પીવા સ્થાનીક મજબુર બન્યા.જે માનવજીવન અને આરોગ્ય માટે ખતરા રૂપ ઘટના બની છે.
છેલ્લા બે માસથી બોરના પાણી સતત પ્રદુષિત કલરયુક્ત થતાં કરજગાંમનાં પૂર્વ સરપંચ કમલેશ ધોડી,અગ્રણી વિપુલ ભાઈ દ્વારા જીપીસીબીને ઉપરોક્ત ઘટના અંગે લેખીત ફરીયાદ કરી હતી. ત્યારબાદ સરીગામ જીપીસીબીના અઘિકારીઓ સ્થળ તપાસ આવી પાણીનાં નમૂના એકત્ર કરી લેબ પરીક્ષણ અર્થે લઈ જવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય પ્રદુષણ નિયંત્રણ દિવસે ગામના બોરિંગમાં લાલ કલરનું પાણી બોરિંગ માં આવવા ની ઘટના બનતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ પ્રદૂષણ નિયંત્રણ કરવામાં તદ્દન નિષ્ફળ ગયા હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારમાં કરવામાં આવ્યા.સાથે વધુ રૂપિયા કમાવવાની લાલસામાં કેમિકલ માફિયાઓ ઉપરોક્ત પ્રદૂષણ ફેલાવામાં સફળ રહે છે.અને અધિકારીઓની કાર્યવાહીમાં લીધેલા પાણીના નમુના લેબ પરીક્ષણમાં બદલી નાખવામાં આવતાં હોવાના ગંભીર આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા.
સાથે જીપીસીબીના કાર્યવાહી સહિત અધિકારીઓ ઉપર રત્તિભર વિશ્વાસ ન હોવાનો જણાવવામાં આવ્યું છે. ઉપરોક્ત ઘટનામાં સંબંધિત અધિકારીઓ કડક કાર્યવાહી નહી કરે તો આગામી દિવસો માં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડને ફરીયાદ કરવામાં આવશે.અને જીપીસીબી વિરૂદ્ધ સૂત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશેની ચીમકી ગામના અગ્રણીઓ દ્વારા આપવામાં આવી