સંસ્કાર વિદ્યાપીઠ વાપી છરવાડા દ્વારા ભારત દર્શનની થીમ પર VIA હોલમાં શાનદાર એન્યુઅલ – ડેની ઉજવણી કરવામાં આવી હતી. વાપી છરવાડા સ્થિત મંજુબેન દાયમા મેમોરિયલ ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર વિદ્યાપીઠના આ વર્ષીકોત્સવમાં બરૂમાળ ધરમપુર ભાવભાવેશ્વર મહાદેવ મંદિરના મહંત પૂ.વિદ્યાનંદજી સરસ્વતિજીએ વિશેષ ઉપસ્થિત રહી આશિર્વચન પાઠવ્યા હતાં.
વાર્ષિકોત્સવ કાર્યક્રમનો પ્રારંભ શાળાની બાળાઓ દ્વારા સૂત ગણેશ વંદનાથી પ્રારંભ થયો હતો. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન અને મહેમાન તથા ઉપસ્થિત મહાનુભાવોનો પરિચય સંસ્કાર વિદ્યાપીઠ ટ્રસ્ટના ચેરમેન બી.કે. દાયમાએ તેમની લાક્ષણિક છટાદાર શૈલીમાં આપ્યો હતો મુખ્ય અતિથિ તરીકે બરૂમાળ ધરમપુર ભાવભાવેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી પૂ.વિદ્યાનંદજી સરસ્વતિજીએ આશિર્વચન આપતા ઓમ શ્લોકના ઉચ્ચારણ સરસ્વતિ વંદના સાથે તેમણે મનનીય ઉદ્બોધનમાં જણાવ્યું હત કે, ઋષિ પરંપરા, વન શિક્ષણ એ આપણા ભારત વર્ષની સંપદા અને સંસ્કાર છે. આશ્રમ શાળામાં 700 ઉપરાંત આદિવાસી બાળાઓ અભ્યાસ કરી રહી છે.
સંસ્કાર વિદ્યાપીઠ દ્વારા કોવિડ કાળ બાદ શાળાનો 13મો વર્ષીકોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ભારત દર્શનની થીમ પર યોજાયેલ એન્યુઅલ ડે માં અંદાજિત 250 જેટલા વિદ્યાર્થીઓ, વાલીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરી કરવામાં આવી હતી. જે બાદ શાળાના અભ્યાસમાં અને ઇત્તર પ્રવૃત્તિમાં શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને મેડલ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
પ્રસંગે શાળાના બાળકોએ સ્ટેજ કાર્યક્રમ થી મનોરંજન પૂરું પાડ્યું હતું. શાળા સંચાલકોએ જણાવ્યું હતું કે શાળાના અભ્યાસ સાથે બાળકોમાં રહેલી પ્રતિભા બહાર આવે, સ્ટેજ ફિયર દૂર થાય તે ઉદેશથી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ પ્રસંગે વિદ્યાર્થીઓ વાલીઓ ભારતના અન્ય રાજ્યોના પરંપરાગત લોક નૃત્યો, ભાતીગળ સંસ્કૃતિ ના દર્શન કરી શકે તે માટે ભારત દર્શન થીમ પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતાં. જે જોઈ ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટ સાથે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે સંસ્કાર વિદ્યાપીઠના પ્રેરણા સ્રોત સ્વ.મંજુબેન દાયમાના જીવન કવન અને સામાજીક જાહેર જીવનની ઝાંખી પણ રજૂ કરાઈ હતી. અન્ય અતિથિઓમાં રાજસ્થાન પ્રગતિ મંડળના પ્રમુખ રાજેશ દુગ્ગર તથા છરવાડા ગ્રામ પંચાયતના સરપંચ યોગેશ પેટલ, તથા પૂર્વ પાલિકા પ્રમુખ ટ્રસ્ટ સેક્રેટરી વી.આર. પટેલ તથા પ્રિન્સિપાલ માધુરી તિવારી ઉપસ્થિત રહ્યા હતા.