વાપીમાં આરોગ્ય ક્ષેત્રે કાર્યરત રોટરી એલ. જી. હરિયા હોસ્પિટલમાં વાપીની જાણીતી કંપની એવી જય કેમિકલ અને રોટરી ક્લબ ઓફ વાપી, રોટરી ડિસ્ટ્રીકટના સહયોગમાં 10 લાખના X-RAY મશીનની ભેટ આપવામાં આવી છે. જેનાથી આવનારા દિવસોમાં દર્દીઓને X-RAY થકી થનારા નિદાનમાં વધુ સચોટ નિદાનની સુવિધા મળશે.
વાપીમાં આવેલ રોટરી એલ. જી. હરિયા હોસ્પિટલ ખાતે નવા એક્સરે મશીનની ભેટ આપવામાં આવી હતી. જેનો દાતાઓ, હોસ્પિટલના તબીબો અને રોટરી સભ્યો દ્વારા કંકુ તિલક કરી શુભારંભ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલને X-Ray મશીન ભેટ આપવા અંગે જય કેમિકલના પ્રકાશ ભદ્રા એ જણાવ્યું હતું કે, તેઓ એક નાની કંપની ધરાવે છે. અને તેના થકી વિવિધ CSR એક્ટિવિટી હેઠળના પ્રોજેકટમાં સહકાર આપતા આવ્યા છે. ત્યારે રોટરી ડિસ્ટ્રિક્ટ દ્વારા ડિજિટલ એક્સ-રે પ્રોજેકટ હાથ ધર્યો છે. જેઓને હોસ્પિટલમાં સારા એક્સ-રે મશીનની જરૂરિયાત અંગે હોસ્પિટલ તરફથી ટહેલ નાખતા અમે પણ તેમાં સહભાગી બની 10 લાખના ખર્ચે એક્સ-રે મશીનની ખરીદી કરી હોસ્પિટલ ને ભેટ આપી છે.
એક્સ રે મશીનની આ ભેટથી એક્સ રે નિદાન માટે આવતા દર્દીઓને લાભ મળશે. એક્સ રે મશીન શુભારંભ પ્રસંગે રોટરી ક્લબ ઓફ વાપીના પ્રેસિડેન્ટ્સ હેમાંગ નાયક, હોસ્પિટલના મુખ્ય તબીબ એસ. એસ. સિંઘ સહિત રોટરીના સભ્યો, હોસ્પિટલના તબીબો એ ખાસ ઉપસ્થિત રહી આ સેવાના કાર્ય માટે જય કેમિકલના પ્રકાશ ભદ્રા અને સહયોગીઓને અભિનંદન આપ્યા હતા.