Friday, March 14News That Matters

સંઘપ્રદેશ પ્રદેશ દમણમાં વરસાદની એન્ટ્રી થતાની સાથે જ રસ્તા ધોવાઈ ગયા છે, 

દમણના તીન બત્તીથી મશાલ ચોકને જોડતા અને તીન બત્તીથી ટાઉન તરફ બસ ડેપોને જોડતા રોડ પર પ્રથમ જ વરસાદમાં ખાડાની ભરમાર જોવા મળી રહી છે, એક તો ઘણા દિવસોની લોક ફરિયાદ ઉઠ્યા બાદ તંત્રએ આ માર્ગનું સમારકામ હાથ ધર્યું હતું, અને તેમાં પણ કોન્ટ્રાક્ટરોએ વેઠ ઉતારતા પ્રથમ જ ચોમાસામાં આખા માર્ગની દશા બેઠી ગઈ છે, 
રોડના સમારકામ પાછળ ખર્ચવામાં આવેલા લાખો રૂપિયા પાણીમાં વહી ગયા છે, સિઝનના સામાન્ય વરસાદમાં જ રોડ ઉબડખાબડ થઈ જતા વાહનચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, હવે આ જ ખખડધજ માર્ગ પર આવનારા ચાર મહિના કેમ વિતાવવા તેની ચિંતા પણ વાહન ચાલકોમાં પ્રસરી રહી છે,
આમ પણ દમણના સી ફ્રન્ટ રોડ અને કોસ્ટલ હાઇવે છોડીને બાકીના તમામ આંતરિક રસ્તાઓ પહેલેથી જ બિસ્માર રહે છે, પીડબ્લ્યુડીના અધિકારીઓ ક્યારેક મૂડમાં હોય તો  રસ્તા પર ડામર પાથરીને હાથ ખંખેરી નાખતા હોય છે, જેથી જાહેર જનતાને બે ત્રણ મહિના શાંતિ રહે છે, પરંતુ હલકી ગુણવત્તાનું મટીરીયલ અને કામમાં ઉતારાતી વેઠને કારણે સરકારની તિજોરી પર જે ભારણ પડે છે તેની ચિંતા કોઈ અધિકારી ક્યારેય કરતો નથી, ત્યારે આવનારા દિવસોમાં જનતાના પૈસાનો થતો દુરુપયોગ અટકે અને કંઈક સારી ક્વોલીટીનો માર્ગ બને તે દિશામાં પગલાં લેવાય જરૂરી થઇ પડ્યું છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *