વાપી GIDC પોલીસે વિનીત કામેશ્વર પાન્ડે નામના રીઢા મોબાઈલ ચોરને ઝડપી પાડ્યો છે. પકડાયેલ મોબાઈલ સ્નેચર પાસેથી પોલીસે 11 જેટલા ચોરીના મોબાઈલ કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછ માં આ રીઢા આરોપીએ દમણ અને વાપીમાં જાહેર માર્ગ પર મોબાઈલ ફોન પર વાતચીત કરતાં લોકોના મોબાઈલ છીનવી ભાગી જતો હોવાની કેફિયત રજૂ કરી છે.
આ અંગે વાપી GIDC પોલીસ તરફથી આપેલી વિગત મુજબ પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલા તથા નાયબ પોલીસ અધિક્ષક બી.એન.દવે વાપી વિભાગ નાઓએ પો.ઇન્સ. વી.જી.ભરવાડ વાપી જી.આઇ.ડી.સી પો.સ્ટે. નાઓને પો.સ્ટે વિસ્તારના મિલ્કત સંબધી ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે જરૂરી સુચના તથા માર્ગદર્શન આપ્યું હતું.
જે અન્વયે અ.હે.કો. વિપુલભાઇ વલ્લભાઇ તથા બીજા પોલીસ માણસો પો.સ્ટે. હદ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતાં. તે દરમ્યાન બાતમી આધારે વાપી જી.આઇ.ડી.સી ખોડીયાર હોટેલ પાસે બે ઇસમોને કોર્ડન કરી એક ઇસમની અંગઝડતી કરતા તેની પાસેથી બે મોબાઇલ ફોન તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળિકશોરની અંગઝડતીમાં બે મોબાઇલ ફોન તથા એનટોર્ક મોપેડની ડીકીમાંથી અલગ અલગ કંપનીના 7 મોબાઇલ મળી આવ્યા હતા.
પોલીસે આરોપીની સધન પુછપરછ કરતા તેઓએ વાપી તથા દમણ વિસ્તારમાંથી મોબાઇલ સ્નેચીંગ કરેલ હોવાનું જણાવતા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસે આરોપી વિનીત કામેશ્વર પાન્ડે નામના રીઢા મોબાઈલ ચોરની ધરપકડ કરી 75 હજારની કિંમતના કુલ 11 નંગ મોબાઈલ, 50 હજારનું મોપેડ કબ્જે કરી કુલ 1.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલ આરોપી સામે વાપી GIDC પોલીસ મથકમાં પણ 2 ગુન્હા નોંધાયેલ હતા જેને ડિટેકટ કરવામાં સફળતા મળી છે.
પકડાયેલ મોબાઈલ સ્નેચર વિનીત કામેશ્વર પાન્ડે 22 વર્ષનો છે. કોઈ કામધંધો કરતો નથી. તે પંકજભાઇની બિલ્ડીંગમાં રોયલ ગાર્ડનની સામે દાભેલમાં રહેતો હોવાનું અને મૂળ લગણપુરા થાના-શિવાન જી-મહેરબા બિહારનો વતની છે. જેને ઝડપી પાડી પોલીસ ઇન્સ્પેકટર વી.જી.ભરવાડ તથા અ.હે.કો. વિપુલભાઇ વલ્લભભાઇ તથા આ.પો.કો. હારીશ કમરૂલ ખાન તથા અ.પો.કો. કુલદીપસિંહ વજેસંગભા નાઓએ ટીમ વર્કથી અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરી પ્રશંસનીય કામગીરી કરી છે.