લિકર ફી ગણાતા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં હાલ દારૂ બિયરનું સેવન કરનારા ગ્રાહકો સાથે બાર, રિસોર્ટસ રેસ્ટોરન્ટ ના માલિકો ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. જેમાં એક્સાઇઝ સહિતના ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ પોતાની ભાગબટાઈમાં મશગુલ બન્યા છે.
આ વિગતો હાલમાં જ એક ગ્રાહક દ્વારા આપવામાં આવી છે. જેમાં એક 75 રૂપિયાના પ્રિન્ટ ભાવના બિયરના ટીનનું બિલ 135 રૂપિયા વસુલ્યું છે. નિયમ મુજબ રિસોર્ટસ કે રેસ્ટોરન્ટમાં પ્રિન્ટ મુજબનો ભાવ લેવાનો નિયમ છે. સર્વિસ ચાર્જના બહાને 20 ટકા જેટલી રકમ રિસોર્ટસ કે રેસ્ટોરન્ટ સંચાલકો લેતા હોય છે. પરન્તુ હવે આ રિસોર્ટસ કે રેસ્ટોરન્ટના માલિકો રીતસરની ઉઘાડી લૂંટ પર આવ્યા છે. અને સીધા પ્રિન્ટ ભાવ ના બે ગણા ભાવ વસૂલી રહ્યા છે.
આવી જ ઘટના આ ગ્રાહક સાથે સેલવાસના દાદરા રિસોર્ટ એન્ડ રેસ્ટોરન્ટમાં બની છે. દાદરા રિસોર્ટસ એન્ડ રેસ્ટોરન્ટમાં દારૂ-બિયર પીવા ગયેલ ગ્રાહકે એક બિયરનું ટીન ખરીધ્યું હતું. જેના પર 75 રૂપિયા કિંમત લખેલી હતી. પરન્તુ રેસ્ટોરન્ટના માલિકે તેનું 135 રૂપિયાનું બિલ બનાવી બે ગણા રૂપિયા વસુલ્યા છે.
આ અંગે ગ્રાહકે રેસ્ટોરન્ટ માલિક સાથે રકઝક કરતા રિસોર્ટસના માલિકે એવી દલીલ કરી હતી કે, હાલમાં જ DNH માં એક્સાઇઝ વિભાગ દ્વારા જૂની પ્રિન્ટ ભાવ સામે ભાવ વધારો કર્યો છે. જે મુજબ હવે 75 રૂપિયાની બિયરનું ટીન 80 રૂપિયામાં મળશે. જો કે તેની પાસે જુના ભાવ નો સ્ટોક છે. એટલે એ સામાન્ય રીતે 75 રૂપિયાની છાપેલી કિંમતના ટીનના 110 લેતો હતો. પરંતુ નવા ભાવ નો સ્ટોલ હજુ અપાયો નથી. બિયરની શોર્ટેજ ચાલે છે. એટલે 135 રૂપિયા લઈ રહ્યો છે.
આ બે ગણા ભાવની બુમરાણ માત્ર આ એક રેસ્ટોરન્ટમાં નથી અન્ય રેસ્ટોરન્ટમાં પણ ઓછા સ્ટોકને કારણે કમાઈ લેવાની દાનત ધરાવતા રિસોર્ટસ કે રેસ્ટોરન્ટ ના માલિકોની છે. જેઓ હાલ ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. આ તમામ ગતિવિધિઓ એક્સાઇઝ સહિતના અન્ય ડિપાર્ટમેન્ટના અધિકારીઓની મિલીભગતમાં આચારાઈ રહી છે. અધિકારીઓના ચાર હાથ માથે હોય બિયરના ઓછા સપ્લાય સાથે જે દારૂનો પૂરતો સપ્લાય મળી રહ્યો છે. તેમાં પણ બે ગણા ભાવ લેવાઈ રહ્યા છે. તો, ચાંખણું અને અન્ય વેજ નોનવેજ વાનગીઓમાં પણ ગ્રાહકો સાથે ઉઘાડી લૂંટ ચલાવાય રહી છે.
એક તરફ હાલમાં વેકેશન છે. હજારો પ્રવાસીઓ આ પ્રવાસન સ્થળ પર ફરવા આવી રહ્યા છે. પારદર્શક અને પ્રામાણિકતાની છબી ધરાવવા સતત પ્રયત્નશીલ રહેતા પ્રશાસક પ્રફુલ પટેલ આ વિસ્તારને પ્રવાસનનું હબ બનાવવા પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે તેના જ આદેશથી ચાલતા પ્રશાસનના અધિકારીઓ રાતોરાત માલામાલ થવા દારૂ બિયરનો ઓછો સ્ટોક આપી તેને કાળા બજારમાં બે ગણા ભાવે વેન્ચવાનું મસમોટું કૌભાંડ રેસ્ટોરન્ટ સંચાલકો સાથે મળી ને આચરી રહ્યા છે. આશા રાખીએ કે આ ઘટના તરફ પ્રશાસક પોતાનું કડક વલણ અખત્યાર કરે કસૂરવાર સામે કડક પગલાં ભરે તો જ આ વિસ્તારને પ્રવાસન નું હબ બનાવવાનું સપનું સાકાર થશે.