Friday, October 18News That Matters

લક્ષ્મી ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે Readathon week 2023-24નું આયોજન કરવામાં આવ્યું

વલસાડ જીલ્લાની ઉમરગામ તાલુકાની લક્ષ્મી ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ‘રીડાથોન સપ્તાહ’નું આયોજન કરવામાં આવ્યું છે.આ રીડાથોન સપ્તાહનું આયોજન ‘રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસ’ની ઉજવણી કરવા અને લક્ષ્મી ઈન્ટરનેશનલ સ્કૂલમાં વાંચન કૌશલ્યને પ્રોત્સાહન આપવા તેમજ વિદ્યાર્થીઓની શૈક્ષણિક સફરને ટેકો આપવા માટે કરાયું છે.

કાર્યક્રમનું આયોજન 7મી,ઓગસ્ટ થી 12 મી, ઓગસ્ટ દરમિયાન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં “Drop Everything And Read” પ્રત્યેનો ખ્યાલનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપરાંત શાળાના વાલીઓ,કાર્યાલયના કર્મચારીઓ,પટાવાળાઓ દરેકે વાંચન સપ્તાહમાં ભાગ લીધો છે.આ ઉપરાંત વાંચનને પ્રોત્સાહન આપવા પુસ્તકોનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે.

લક્ષ્મી ઈન્ટરનેશનલ સ્કૂલમાં રીડાથોન સપ્તાહ દરમિયાન, વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં વાંચન પ્રત્યેનો પ્રેમ કેળવવા માટે વિવિધ આકર્ષક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી.જેમ કે વાંચન પડકારો, વાર્તા કહેવાના સત્રો, પુસ્તકોની અદલાબદલી વગેરે Readathon સપ્તાહનો મુખ્ય ધ્યેય તમામ સહભાગીઓની વાંચન કૌશલ્ય વધારવાનો છે. રીડાથોન સપ્તાહે લક્ષ્મી ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં માત્ર એક શૈક્ષણિક કૌશલ્ય તરીકે જ નહીં પરંતુ આનંદ અને જ્ઞાનના સ્ત્રોત તરીકે પણ વાંચન પ્રત્યેનો જુસ્સો સફળતાપૂર્વક જગાડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *