Friday, October 18News That Matters

ઉમરગામના વિકાસમાં નરેન્દ્ર મોદીના સ્વપ્ન પર રમણલાલે ફૂલ સ્ટોપ મૂક્યાં છે:- રાકેશ રાય

ઉમરગામ વિધાનસભા બેઠક પર ભાજપ વર્સીસ કોંગ્રેસ ને બદલે રમણલાલ વર્સીસ રાકેશ રાયનો જંગ જામ્યો છે. એક તરફ સરીગામ ખાતે ભાજપના ઉમેદવાર રમણલાલ પાટકર ના ચૂંટણી પ્રચાર માટે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની જેવા સ્ટાર પ્રચારક ને બોલાવી જાહેર સભા યોજી હતી. તો, તેની સામે સરીગામના રાકેશ રાયે પોતાનું શક્તિ પ્રદર્શન બતાવી એકલા હાથે પાટકર ની સભામાં ઉપસ્થિત લોકો કરતા પણ વધુ લોકો એકઠા કરી રમણલાલ પાટકર પર આકરા પ્રહારો કરી કોંગ્રેસના ઉમેદવાર નરેશ વળવી ને વિજય બનાવવા અપીલ કરી હતી. 
સરીગામ ખાતે શુક્રવારે સમગ્ર જિલ્લાને અચરજ પમાંડતો રાજકીય ડ્રામા સર્જાય હતો. જેમાં સરીગામના રાકેશ રાય વિરુદ્ધ જાહેર સભાને સંબોધન કરવા મેદની એકઠી કરી હોવા મામલે આચારસંહિતા ભંગ હેઠળ ભિલાડ પોલીસે અટકાયત કરી હતી. જો કે સરીગામ માં એ જ દિવસે સ્મૃતિ ઇરાનીની જાહેર સભા હતી. જેને સાંજે 6 વાગ્યા આસપાસ સ્મૃતિ ઈરાનીએ સંબોધી હતી. જ્યારે આ તરફ રાકેશ રાય સામે થયેલ ફરિયાદ બાદ કોંગ્રેસ માં અને સરીગામની જનતામાં આક્રોશ વ્યાપ્યો હતો. અને તેમણે પણ જાહેરસભાનું આયોજન કર્યું હતું.
સાંજે રાકેશ રાયે આ જનમેદની ને સંબોધન કરતી વખતે તેમની સાથે કોણે શુ કર્યું છે કેમ કર્યું છે તે સૌ જાણતા હોય અને રાકેશ રાયને તેમજ તેમના પરિવારને સરીગામના લોકોનો 50 વર્ષથી જે પ્રેમ મળી રહ્યો છે. તેને ભ્રમિત કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે રમણલાલ પાટકર પર આકરા પ્રહારો કર્યા હતાં.
રાકેશ રાયે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ઉમરગામના વિકાસ માટે નરેન્દ્ર મોદીએ જે સ્વપ્નો જોયા છે. તેના પર રમણલાલ સરકારે ફૂલ સ્ટોપ મૂકી દીધા છે. કાંઠા વિસ્તારમાં દરિયાઈ ધોવાણ અને ઘરો માં ઘૂસતા પાણી ને રોકવા પ્રોટેક્શન વોલ હોય કે, આરોગ્ય ની સુવિધા તમામ પ્રકારના લાભોથી રમણલાલ પાટકરે ઉમરગામ-સરીગામની જનતાને વંચિત રાખ્યા છે.
સરીગામના આ દીકરાને બદનામ કરવાના પ્રયાસો કરાયા છે. જે કુચેષ્ટા કેટલાક મીડિયામાં સમાચારો પ્રસારિત કરી કરવામાં આવી છે. તેનો જવાબ 1લી ડિસેમ્બરે કોંગ્રેસના ઉમેદવાર નરેશ વળવી ને જીત અપાવી ગાંધીનગર મોકલી આપવાનો છે તેવી અપીલ સાથે ઉમરગામનો સર્વાંગી વિકાસ કરવાનો છે. રાકેશ રાય કો કોઈ ઝુકા નહિ શકતા વો ઉતની હી મજબૂતી સે જવાબ દેગા તેવું જાહેર મંચ પરથી જણાવ્યું હતું.
રાકેશ રાય અને તેમના સમર્થકો દ્વારા આયોજિત આ જાહેરસભામાં ઉમરગામ વિધાનસભા ચૂંટણી ના કોંગ્રેસના ઉમેદવાર નરેશ વળવી, જિલ્લા ના કોંગ્રેસી અગ્રણીઓ ઉપરાંત મોટી સંખ્યામાં સરીગામ અને આસપાસના લોકો ઉપસ્થિત રહ્યા હતાં. જે જોતા આ ચૂંટણીમાં રાકેશ રાય વર્સીસ રમણલાલ ની સીધી ફાઈટમાં રમણલાલને મોટું નુકસાન થશે તેવું રાજકીય પંડિતો માની રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *