Sunday, December 22News That Matters

ગુજરાત જાટ સમાજ વિકાસ પરિષદ વાપીને જયપુરમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય જાટ સંસદનું આમંત્રણ આપવા રામઅવતાર પલસાણીયા અને પી. એસ. કલવાનીયા વાપી આવ્યાં

13મી એપ્રિલે જાટ આંતરરાષ્ટ્રીય દિવસ હતો. આ શુભ દિને વાપીમાં કાર્યરત ગુજરાત જાટ સમાજ વિકાસ પરિષદને આગામી 12મી જૂને જયપુરમાં આયોજિત આંતરરાષ્ટ્રીય જાટ સંસદ પરિષદમાં ઉપસ્થિત રહેવા આંતરરાષ્ટ્રીય જાટ સંસદ પરિષદના સંયોજક રામઅવતાર પલસાણીયા અને પી. એસ. કલવાનીયા આમંત્રણ પાઠવવા વાપી આવ્યાં હતાં. જેઓનુ વાપી જાટ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
વિશ્વભરમાં વસતા જાટ સમાજના લોકોને એક મંચ પર લાવી સમાજને નવી દિશા આપવાના ઉદેશયથી કાર્યરત આંતરરાષ્ટ્રીય જાટ સંસદ દ્વારા 22મી જૂન 2022ના જયપુર ખાતે દ્વિતીય આંતરરાષ્ટ્રીય જાટ સંસદ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિશ્વના 130 દેશોમાંથી જાટ સરદાર ઉપસ્થિત રહશે. જે અંગેનું આમંત્રણ વાપીમાં કાર્યરત ગુજરાત જાટ સમાજ વિકાસ પરિષદને પાઠવવા સંયોજક રામઅવતાર પલસાણીયા અને પી. એસ. કલવાનીયા વાપીમાં ઉપસ્થિત રહ્યા હતા. જેઓનુ વાપી જાટ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ અંગેની રૂપરેખા આપતા આંતરરાષ્ટ્રીય જાટ સંસદના સંયોજક રામઅવતાર પલસાણીયા અને પી. એસ. કલવાનીયાએ જણાવ્યું હતું કે, વિશ્વભરમાં વસતા જાટ સમાજમાં એકતા વધે, તેમની કલા-સંસ્કૃતિ-સાહિત્યના ગૌરવ શાળી વારસાથી સમાજના લોકો પરિચિત થાય, આરોગ્ય, શિક્ષણ, રોજગારી ક્ષેત્રે જાગૃતિ આવે, રાજકીય ક્ષેત્રે હિસ્સેદારી-ભાગીદારીમાં સમાજનું પ્રતિનીધત્વ વધે તેવા ઉદ્દેશ્ય સાથે આ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પહેલા વર્ષ 2020માં પ્રથમ વખત દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આ સત્ર આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં 62 દેશમાંથી જાટ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતાં. જ્યારે 12મી જૂન 2022ના જયપુરમાં આયોજિત આ દ્વિતિય સત્ર માં 130 દેશમાંથી સમાજના લોકોને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
તો, દેશમાં જાટ સમાજના વીર પુરુષો રાજા સુરજમલ, રાજા રણજીતસિંહ, ભગતસિંહ, ઉદ્ધમસિંહ જેવા સપૂતોએ દેશ માટે કુરબાની આપી હોવા છતાં તેને જોઈએ તેવું સન્માન આપવામાં નથી આવ્યું, કેબિનેટમાં આજેય એકપણ જાટ પ્રતિનિધિ નથી તે અંગે ન્યાય મળે સન્માન મળે તેવી માંગ કરવા માટે વિશેષ પહેલ આ પરિષદમાં કરવામાં આવશે.
પરિષદમાં દેશમાં ભાઈચારો કાયમ રહે, સામાજિક કુરિવાજોને તિલાંજલિ મળે તેવા ઉદ્દેશ્ય સાથે સમાજને વધુ ને વધુ પ્રગતિના પંથે લઈ જવા કેવા પ્રયાસો કરવા જોઈએ તે અંગે વિચાર મંથન કરવામાં આવશે. આ માટે દેશભરમાં વસતા જાટ સમાજના લોકોને આમંત્રણ આપવા ભારત ભ્રમણ કરી વાપીમાં ઉપસ્થિત રહ્યા હોવાનું સંયોજકોએ જણાવ્યું હતું. વાપીમાં તેઓનું સ્વાગત કરી સત્રમાં ઉપસ્થિત રહેવાનો કોલ ગુજરાત જાટ સમાજ વિકાસ પરિષદ વાપીના સભ્યોએ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *