વર્ષ 2007માં સરીગામ ખાતે 2 યુવક પર તલવાર, લાકડાથી માર મારી, બદુકથી ગોળીબાર કરી, કારથી કચડી નાખવા સહિતના ગુન્હામાં મે. વાપીના એડિશનલ સેશન્સ જજ ધર્મેન્દ્ર સિંગ દ્વારા હત્યાનો પ્રયાસ નહિ પરંતુ ગુનાહિત મનુષ્યવધ કરવાની કોશિશના ગુન્હા હેઠળ સરીગામના પપ્પુ@સંતોષ કમલાશંકર રાય, અશોક કમલાશંકર રાય, નીરજ અશોક રાય, રાકેશ કમલાશંકર રાય, પંકજ કમલાશંકર રાય, સાગરકુમાર અશોક રાયને દોષીત જાહેર કરતો ચુકાદો આપી, દરેકને મહત્તમ ત્રણ વર્ષની સજા અને કુલ 11000 ₹ દંડ ભરવાનો હુકમ કર્યો છે.
મે. વાપીના એડિશનલ સેશન્સ જજ ધર્મેન્દ્ર સિંગ દ્વારા હત્યાનો પ્રયાસ નહિ પરંતુ ગુનાહિત મનુષ્યવધ કરવાની કોશિશ કરવાનાં ગુનામાં ડી જી પી અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખી સરીગામના પપ્પુ@સંતોષ કમલાશંકર રાય, અશોક કમલાશંકર રાય, નીરજ અશોક રાય, રાકેશ કમલાશંકર રાય, પંકજ કમલાશંકર રાય, સાગરકુમાર અશોક રાયને દોષીત જાહેર કરતો ચુકાદો આપ્યો છે. તેમજ દરેકને મહત્તમ ત્રણ વર્ષની સજા અને કુલ 11000 ₹ દંડ ભરવાનો હુકમ કર્યો છે.
ઉપરોકત દરેક આરોપીને (1) IPC કલમ 147 માં 1 વર્ષની સજા અને ₹ 500/ દંડ (2) IPC કલમ 148 માં 1 વર્ષની સજા અને ₹ 5000/ દંડ (3) IPC ની કલમ 323 સાથે કલમ 149 વાંચતા 6 મહિનાની સજા અને ₹.500/- દંડ અને IPC કલમ 308 સાથે વાંચતા કલમ 149 માં 3 વર્ષની સજા અને ₹.5000/- દંડ ભરવાનો હુકમ અને તમામ સજા એકસાથે ભોગવવાનો હુકમ જાહેર કર્યો છે.
ઘટના અંગે મળતી વિગતો મુજબ વર્ષ 2007માં રાય બંધુઓએ સરીગામના જીતેન્દ્ર લલિત કહાર અને તેના ભાઈ પર જૂની અદાવતમાં હુમલો કર્યો હતો. જેમાં રાય બંધુઓએ તલવાર, લાકડાથી જીતેન્દ્ર અને તેના ભાઈને ગંભીર ઇજા પહોંચાડ્યા બાદ અશોક રાયે તેની બંદૂકમાંથી જીતેન્દ્ર પર ગોળીબાર કરતા ડાબા પગમાં ગોળી વાગી હતી. જ્યારે રાકેશ રાયે તેની કારથી ઘાયલ જિતેન્દ્ર ને ટક્કર મારી હતી.
મારામારીની આ ઘટનામાં ઘાયલ જીતેન્દ્ર અને તેના ભાઈ દ્વારા ભિલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી. જે બાદ તેનો કોર્ટ કેસ ચાલતો હતો. જેનો આજે વાપી કોર્ટ ખાતે મે. વાપીના એડિશનલ સેશન્સ જજ ધર્મેન્દ્ર સિંગ દ્વારા હત્યાનો પ્રયાસ નહિ પરંતુ ગુનાહિત મનુષ્યવધ કરવાની કોશિશ કરવાનાં ગુનામાં ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે.
You ought to take part in a contest for one of the best websites on the net. I am going to highly recommend this website!