Friday, October 18News That Matters

ખનીજ ચોરી, રોયલ્ટી ચોરીના ગાજતા કૌભાંડો વચ્ચે કચ્છની ધરતીમાં ધરબાયેલ મોંઘા ખનીજ માટે વધુ 8 કંપનીઓની લોક સુનાવણી! 

કચ્છમાં મોટાપાયે સરકારને રોયલ્ટી ચૂકવતા ખાણ ઉદ્યોગમાં એટલા જ મોટાપાયે કરચોરીના અને ખનીજ ચોરીના કૌભાંડો આચરાઈ ચુક્યા છે તેમજ આચરાઈ રહ્યા છે. ત્યારે કચ્છના મહામુલા ખનીજોને ઉલેચવા માટે વધુ 8 જેટલી કંપનીઓનું આગામી 6 સપ્ટેમ્બર અને 13 સપ્ટેમ્બરે પબ્લિક હિયરિંગ યોજાવાનું છે.
પ્રતીકાત્મક તસ્વીર…..

 

ગુજરાત રાજ્યના કુલ ખનીજમાંથી લગભગ 75% જેટલું ખનીજ માત્ર કચ્છમાં જ ઉત્પન્ન થાય છે. ઉપલબ્ધ મુખ્ય ખનિજોમાં સફેદ માટી, ચાઇના કલે, સિલિકા રેતી, બોકસાઇટ, લિગ્નાઇટ, જીપ્સમ, લાઈમ સ્ટોન, પોઝઝોલૉનિક માટી, લેટેરાઈટ તેમજ ગૌણ ખનિજોમાં બેન્ટોનાઈટ, બ્લેકટ્રેપ, હાર્ડ મોરમ, સોફટ મોરમ, બિલ્ડિંગ લાઈમ સ્ટોન, સાદી  રેતી, સામાન્ય ક્લે વગેરેનો સમાવેશ થાય છે. જે માટે જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનિજ વહીવટ અરજી અને નોંધણી પ્રક્રિયા, હરાજી દ્વારા ખાણકામ લીઝ, ક્વોરી લીઝ, ક્વોરી  પરમિટ આપવા સહિતની કામગીરી કરવામાં આવે છે. ખાણ માલિકોએ પર્યાવરણીય મંજૂરી માટે પણ GPCB ના અને CPCB ના નિયમોનું પાલન કરવાનું હોય છે.

File photo…..

 

મળતી વિગતો મુજબ 6 સપ્ટેમ્બર 2022ના મેસર્સ શ્રી મોતા માઇન્સ એન્ડ મિનરલ (m/s Motta Mines & Minerals) પુનાડી બેન્ટોનાઈટ ક્લસ્ટર, સર્વે નંબર 191 પૈકી 2.48.03 હેકટર જમીન માંડવી તાલુકાના ફરાડી ગામમાં લિઝ પર લઈ 4,15,28,651 રૂપિયાના ખર્ચે વાર્ષિક 51,960 ટન બેન્ટોનાઈટ કાઢવામાં આવશે. આ પ્રક્રિયા માટે આગામી 6 સપ્ટેમ્બર ના રોજ ફરાડી ગામે મોમાયા સમાજવાડી ખાતે જાહેર લોક સુનાવણી યોજવામાં આવશે.

ફાઇલ તસ્વીર…

તો, 6 સપ્ટેમ્બરે અન્ય પેઢી મેસર્સ શ્રી કરસન રવજી ભુડિયા (m/s Shri Karshan Ravji Bhudiya) માટેની જાહેર લોક સુનાવણી સંગાર સમાજવાડી, વાંઢ, માંડવી ખાતે યોજાશે. આ પેઢી સર્વે નંબર 348/1 પૈકી 1.00.00 હેકટર જમીન લિઝ પર લઈ ત્યાં 3.14 કરોડના ખર્ચે વાર્ષિક 35000 ટન બેન્ટોનાઈટ કાઢશે.

પ્રતીકાત્મક તસ્વીર…..

જ્યારે, 13મી સપ્ટેમ્બર 2022ના વધુ 6 જેટલી પેઢીઓને ચાઈના ક્લેની મંજૂરી આપવા જાહેર લોક સુનાવણી યોજાશે. જેમાં શિવકૃપા નગર, માંડવી ઓક્ટ્રોઈ, ભુજના મેસર્સ શ્રી કરસનગર નારણગર ગુસાઈ (m/s Shri Karsangar Narangar Gusai) ચાઈના કલે માઇન લિઝ એરિયા 4,03.00 હેકટર, સર્વે નંબર 259, નડાપા, ચાઇના કલે બ્લોક-S, કેપિટલ ખર્ચ 15,09,100 રૂપિયા રજૂ કરવામાં આવ્યો છે.

ધાણેટી ના મેસર્સ શ્રી રઘા રાતા ડાંગર (m/s Shri Ragha Rata Dangar) ચાઈના કલે માઇન, લિઝ એરિયા 2,46.00 હેકટર, સર્વે નંબર 455, નડાપા, ચાઈના કલે બ્લોક-M, કેપિટલ ખર્ચ 12,97,250 રૂપિયા રજૂ કરવામાં આવ્યો છે.

નડાપા ના મેસર્સ શ્રી હરિ કાના ડાંગર (m/s Shri Hati Kana Dangar) ચાઈના કલે માઇન, લિઝ એરિયા 1.61 હેકટર, સર્વે નંબર 152 પૈકી 1 અને 2, નડાપા, ચાઈના કલે બ્લોક-H, કેપિટલ ખર્ચ 11,92,900 રૂપિયા રજૂ કરવામાં આવ્યો છે.

ધાણેટી ના મેસર્સ શ્રી આલા ભચુ છાંગા (m/s Shri Ala Bhachu Chhanga) ચાઈના કલે માઇન, લિઝ એરિયા 01.93.00 હેકટર, સર્વે નંબર 496, નડાપા, ચાઈના કલે બ્લોક-K, કેપિટલ ખર્ચ 12,46,450 રૂપિયા રજૂ કરવામાં આવ્યો છે.

મમૂઆરા ના મેસર્સ શ્રી ભાવેશ ગુસાઈ (m/s Shri Bhavesh Gusai) ચાઈના કલે માઇન, લિઝ એરિયા 2.01.65 હેકટર, સર્વે નંબર 204 પૈકી 1, નડાપા, ચાઈના કલે બ્લોક-I, કેપિટલ ખર્ચ 12,19,550 રૂપિયા રજૂ કરવામાં આવ્યો છે.

નડાપા ના મેસર્સ શ્રી માવજી કરસન માતા (m/s Mavji Karshan Mata) ચાઈના કલે માઇન, લિઝ એરિયા 2.38.0 હેકટર, સર્વે નંબર 460 પૈકી 1 અને 2, નડાપા, ચાઈના કલે બ્લોક-J, કેપિટલ ખર્ચ 11,29,000 રૂપિયા રજૂ કરવામાં આવ્યો છે.

આ તમામ પેઢીઓ માટે આગામી 13મી સપ્ટેમ્બરે ભુજ તાલુકાના નડાપા ગામે સર્વે નંબર 46/2 ખાતે  11 વાગ્યા આસપાસ જાહેર લોક સુનાવણી રાખવામાં આવી છે. જેમાં જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત લોકો, અરજદારો સાથે વાતચીત કરી પેઢીઓની વિગતો આપી તેમની સામે લોકોના, અરજદારોને સાંભળશે.

 

પ્રતીકાત્મક તસ્વીર…..

 

ઉલ્લેખનીય છે કે કચ્છમાં આવેલ આવી અસંખ્ય ખાણો દ્વારા ખનીજ સંપત્તિ થકી સરકારને રોયલ્ટી અને ગામલોકોને રોજગારી આપવાના નામે અનેક કૌભાંડ આચરાઈ રહ્યા છે. જેમાં કેટલીક ખાણો નેતાઓની અને તેમના સગાવહાલાઓ કે મળતીયાઓની છે. જેમાંથી વર્ષે દહાડે બેરોકટોક રોયલ્ટી ચોરી સહિત મોટાપાયે ખનીજ ચોરી થતી હોવાની રાવ ઉઠી છે. ગામલોકોને આવી ખાણો માં રોજગારી મળવા કરતા તેમાંથી ઊડતી ધૂળના રાજકણો, અવાજ પારાવાર નુકસાન પહોંચાડી રહ્યા છે. CSR ના નામે નજીવી રકમ આપી કરોડો રૂપિયા કમાતા આવી ખાણના માલિકો કચ્છમાં હવા પ્રદુષણ, અવાજ પ્રદુષણ, પાણી પ્રદુષણ ફેલાવવા સાથે વાહનોના ધુમાડાથી ગંભીર બીમારીઓ અને અકસ્માતોને નોતરું આપે છે. ત્યારે આ એક સામટી 8 જેટલી પેઢીઓના પબ્લિક હિયરિંગમાં કેવી તનાંતની બને છે તે જોવું રહ્યું.

4 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *