Sunday, December 22News That Matters

દમણમાં PSI અને કોન્સ્ટબેલને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરતા પોલીસબેડામાં ખળભળાટ

દમણની પોલીસ પોતાની ફરજ બજાવવામાં અને ગુનેગારોને પકડી કાયદાનો પાઠ ભણાવી ફરિયાદીને ન્યાય અપાવવા માટે જાણીતી છે. ત્યારે, આ સિદ્ધિને બટ્ટો લગાવનાર એક PSI અને કોન્સ્ટેબલને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
સંઘપ્રદેશ દમણના ડાભેલ આટિયાવાડના PSI સ્વાનંદ ઇનામદાર અને કોન્સ્ટબેલ અકીબ ખાનને ફરજમાં બેદરકારી દાખવવા બદલ ગુરૂવારે ઉચ્ચ પોલીસ અધિકારીએ સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ચકચાર મચી છે. ઉચ્ચ અધિકારીએ સગીરાના અપહરણ કેસમાં ગુનો નોંધવામાં વધારે સમય લેવા ઉપરાંત પીડિતાના પિતાને ધમકાવવા બદલ બને પોલીસ કર્મચારી સમક્ષ આ કાર્યવાહી કરી હોવાનું ચર્ચાય છે.
દમણ આટિયાવાડની સગીરાને ધર્મેન્દ્ર નામક યુવક ભગાડી ગયો હતો. સગીરાના પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. સગીરાનું આ વિસ્તારમાં જ રહેતા ધર્મેન્દ્ર ગુપ્તા નામનો આરોપી અપહરણ કરીને લઇ ગયો હોવાનો આક્ષેપ પિતાએ લગાવ્યો હતો. અપહ્ત સગીરાના પિતાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, ડાભેલ આઉટ પોસ્ટના PSI સ્વાનંદ ઇનામદાર અને કોન્સ્ટેબલ આકિબ ખાનના આરોપી સાથે સારા સંબંધ હોવાથી અપહરણ અગાઉ સગીરાના પિતાએ આરોપી સામે છેડતીની ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે, પોલીસે ફરિયાદ ન નોંધતા ધર્મેન્દ્ર સગીરાને ભગાડી ગયો હતો.
આ અપહરણ જેવા ગંભીર ગુનામાં બેદરકારી દાખવવા બદલ PSI અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે દમણની પોલીસ પોતાની ફરજ-નિષ્ઠા બજાવવામાં અને ગુનેગારોને પકડી કાયદાનો પાઠ ભણાવી ફરિયાદીને ન્યાય અપાવવા માટે જાણીતી છે. અત્યાર સુધીમાં અનેક ગુન્હાઓ ઉકેલી દમણ પોલીસે આ સિદ્ધિ મેળવી છે. ત્યારે, આ સિદ્ધિને બટ્ટો લગાવનાર PSI અને કોન્સ્ટેબલને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરી અન્ય પોલીસ કર્મીઓ માટે દાખલો બસાડ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *