Sunday, December 22News That Matters

વાપીની કોલેજનું નામ યુનિવર્સીટી લેવલે રોશન કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી સન્માન કરાયું

વાપીમાં આવેલ KBS કોમર્સ કોલેજ એન્ડ નટરાજ સાયંસીઝ પ્રોફેશનલ કોલેજ તેમજ પ્રવીણા શાંતિલાલ શાહ PG સેન્ટર દ્વારા વાપીના VIA ઓડિટોરિયમમાં એન્યુઅલ ડે અને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ, પ્રાધ્યાપકો, ટ્રસ્ટીઓના હસ્તે કોલેજનું નામ યુનિવર્સિટી લેવલે રોશન કરનાર વિદ્યાર્થીઓ ને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે આયોજિત આ કાર્યક્રમ અંગે પ્રિન્સિપાલ પૂનમ ચૌહાણ અને કોલેજના GS સહિતના વિદ્યાર્થીઓએ વિગતો આપી હતી કે, આ કાર્યક્રમ કોલેજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે આયોજિત કરવામાં આવ્યો હતો.
એન્યુઅલ ડે અને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમનીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે એવા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેઓએ એકેડમી લેવલે, સ્પોર્ટ્સ લેવલે અથવા અન્ય દરેક સ્પર્ધાઓમાં કોલેજનું નામ રોશન કર્યું હોય, આ તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરી ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. તો, એ સાથે હાલમાં જ યુનિવર્સિટી લેવલે યોજાયેલ લોન્ગ જમ્પ સ્પર્ધામાં કોલેજના અંકિત ચૌધરી નામના વિદ્યાર્થીએ નવો રેકોર્ડ સ્થાપિત કરી યુનિવર્સિટી લેવલે પ્રથમ નંબર મેળવી કોલેજનું નામ રોશન કર્યું છે. જે બદલ તેનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કોલેજમાં આખું વર્ષ વિવિધ પ્રવૃત્તિમાં ભાગ લેવા સાથે પરીક્ષામાં પણ અવ્વલ રહેનાર વિદ્યાર્થી-વિદ્યાર્થીનીમાંથી પણ બેસ્ટ સ્ટુડન્ટસ ઓફ ધ યર એવોર્ડ માટે પસંદગી કરી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
KBS કોમર્સ કોલેજ એન્ડ નટરાજ સાયંસીઝ પ્રોફેશનલ કોલેજ તેમજ પ્રવીણા શાંતિલાલ શાહ PG સેન્ટર દ્વારા વાપીના VIA ઓડિટોરિયમમાં આયોજિત એન્યુઅલ ડે અને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની કાર્યક્રમમાં વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરા શાહ, કોલેજના ટ્રસ્ટીઓ એ. કે. શાહ, રમેશ શાહ, ભારતી સુમરીયા સહિતના મહાનુભાવો તેમજ કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. તમામે સાંસ્કૃતિક કાર્યક્રમ માણવા સાથે પુરસ્કૃત થયેલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *