Printing ink અને Chemical Specialist company તરીકે જાણીતા Huber Group India (હુબર ગ્રુપ ઇન્ડિયા) એ 4 નવેમ્બર 2022 માં વલસાડ જિલ્લાના ગ્રામીણ લોકોના આરોગ્યની સંભાળ માટે મેડીકલ વેનનો શુભારંભ કર્યો હતો. જેના પાંચ મહિના બાદ 23 માર્ચ 2023માં હુબરગ્રુપ ઇન્ડિયાએ વધુ બે mobile dispensary (ફરતું દવાખાનું) ની સેવા શરૂ કરી છે. કુશળ ડૉક્ટર્સ, નર્સ અને જરૂરી તબીબી સાધનો, દવાઓ સાથેની આ અદ્યતન મોબાઈલ ડિન્સ્પેન્સરીથી વલસાડ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના લોકો ઘરબેઠા આરોગ્યનો લાભ મેળવી શકશે.
દંત ચિકિત્સા અને આંખની સારસંભાળ માટે શરૂ કરેલ આ ફરતું દવાખાનું છે. જે દર અઠવાડિયે વલસાડ જિલ્લાના 16 અંતરિયાળ ગામોમાં જશે. જેમાં સ્થાનિક ગામલોકો આંખ-દાંત ની સ્થળ ઉપર જ તબીબી તપાસ કરાવી શકશે. પ્રોજેક્ટ “ફરતું દવાખાનુ” નો પ્રકલ્પ હુબરગ્રુપ ઇન્ડિયાએ બિન-નફાકારક સંસ્થા એવી રોટરી વાપી રિવરસાઇડના સહયોગથી શરૂ કર્યો છે. આ સંસ્થા સ્થાનિક વિસ્તારોમાં આરોગ્યક્ષેત્રે કામ કરવાનો બહોળો અનુભવ ધરાવે છે.
4 નવેમ્બર 2022 થી પ્રિન્ટિંગ ઇન્ક અને સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપનીએ મફત સ્થાનિક પરામર્શ અને દવાઓ આપીને વર્તમાન હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ટેકો આપવાના હેતુથી અંતરિયાળ ગામોમાં બે મેડિકલ વાન મોકલવાનું શરૂ કર્યું હતું. જેને ખુબજ સારો પ્રતિસાદ મળ્યો છે. મેડિકલ વાનના તબીબોએ છેલ્લા પાંચ મહિનામાં લગભગ 10,000 ટેસ્ટ કર્યા છે.
આ સફળતા અંગે હુબરગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર ઇન્ડિયા અને પ્રેસિડેન્ટ એશિયા સુરેશ કાલરા એ જણાવ્યું છે કે, “અમે ખૂબ જ ખુશ છીએ કે સ્થાનિક રહેવાસીઓએ અમારી સેવાઓ સ્વીકારી છે. પાછલા મહિનાઓમાં, અમને જાણવા મળ્યું કે અમે આ પહેલથી ખરેખર સમાજને ઉપયોગી થઈ રહ્યા છીએ, તેમની આરોગ્યની કાળજી લઈ રહ્યા છીએ, જરૂરિયાતમંદ દર્દીઓને વધુ સુવિધાઓ ઘર બેઠા આપી શકાય તે નિશ્ચિત થતા આ સેવાનો વિસ્તાર કર્યો છે.
રોટરી વાપી રિવરસાઇડના સભ્ય પી.ડી.જી. રૂચિર જાની કહે છે કે “આ પ્રોજેક્ટે સ્થાનિક ગ્રામજનોનો વિશ્વાસ જીત્યો છે અને તેઓ આ સેવાનો ઉપયોગ કરીને ખુશ છે. આ બંને નવી વાન આ અંતરિયાળ વિસ્તારોમાં અત્યંત જરૂરી તબીબી સેવાઓમાં વધારો કરશે.
બે નવી ઉમેરાયેલી મેડિકલ વાન દંત ચિકિત્સા અને આંખની સંભાળ માટે સમર્પિત છે, કારણ કે ઘણીવાર અહીં શિક્ષણ અને કામની જરૂર પડે છે. ઉદાહરણ તરીકે, અંતરિયાળ વિસ્તારોમાં ઘણા ગ્રામજનો મૂળભૂત મૌખિક સ્વચ્છતા અને દાંતના સડા અને પેઢાંની સમસ્યાઓ જેવા સંબંધિત રોગોથી અજાણ છે. જેઓ આ મોબાઈલ ડિસ્પેન્સરી ના તબીબો પાસેથી સારવાર અને માર્ગદર્શન મેળવી ગંભીર બીમારીના ભરડામાંથી, મોંઘી સારવારના ખર્ચમાંથી બચી તેમના જીવનને વધુ બહેતર બનાવી સ્વસ્થ તંદુરસ્ત જીવન વ્યતીત કરી શકશે.