Friday, October 18News That Matters

સેલવાસ પોલીસને જોઈ ભાગ્યા ગાંજાના આરોપીઓ, પોલીસે બંનેને દબોચી લઈ 1095 ગ્રામ ગાંજો જપ્ત કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા

સેલવાસ :- મૂળ મહારાષ્ટ્રિના અને દાદરા નગર હવેલીમાં યુવાનોને ગાંજાના બંધાણી બનાવતા 2 આરોપીઓને સેલવાસ પોલીસે 1095 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડી કોર્ટમાં રજુ કરતા કોર્ટે બંનેના 4 જૂન સુધીના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે. પકડાયેલ બંને ઈસમોને પકડતી વખતે પોલીસને ચકમો આપી ભાગવાની કોશિશ કરી હતી. પરંતુ પોલીસે બંને ને ઝડપી લીધા હતાં. 
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસના યુવાવર્ગમાં ગાંજાનો નશો કરવાનું પ્રમાણ વધ્યું હોવાની ફરિયાદ દાદરા નગર હવેલી અને દમણ અને દિવના DIGP વિક્રમજીત સિંઘને મળી હતી જે બાદ તેમના નિર્દેશ મુજબ સેલવાસ પોલીસ અધિક્ષક હરેશ્વર વી. સ્વામીએ ડ્રગ સપ્લાય કરતા ઈસમો સામે કાર્યવાહી કરવા એક ટીમ બનાવી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.  31મી મેં ના પોલીસની એક ટીમ પીપરીયા આઉટ પોસ્ટ વિસ્તારમાં રૂટિન પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન આમલી નજીક DN09-H-0013 નંબરની મોટરસાયકલ પર નીકળેલા 2 શંકાસ્પદ વ્યક્તિઓને અટકાવવા જતા તેઓએ ભાગવાની કોશિશ કરી હતી. જેમાં એક ઇસમના હાથમાં એક થેલી હતી. તેમના આ વિચિત્ર વર્તનને જોઈને પોલીસે તેમને પકડી તપાસ કરતા વસંત નાગો કોળી નામના યુવક પાસેથી 10,950ની કિંમતનો 1095 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.
પોલીસે વસંત નાગો કોળી અને ખંડુ ભાટા પાટીલ નામના બને યુવકની ધરપકડ કરી એનડીપીએસ અધિનિયમ 1985 મુજબ ગુન્હો નોંધી બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતાં. નામદાર કોર્ટે બંને આરોપીઓના 04/06/2021 સુધીના કસ્ટડી રિમાન્ડ મંજુર કર્યા હતાં. ઉલ્લેખનીય છે કે દાદરા નગર હવેલીમાં સ્થાનિક યુવાનોને નશાના કારોબારીઓ ડ્રગના વ્યસની બનાવી રહ્યા છે તેવી ફરિયાદ દાદરા નગર હવેલી અને દમણ અને દિવના DIGP વિક્રમજીત સિંઘને મળી હતી જે બાદ તેમના આવા અપરાધિઓને ઝડપી કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *