વાપી GIDC ના 2nd ફેઇસમાં જર્મન ઇંક ની બાજુમાં આવેલ સમોર ઇન્ડસ્ટ્રીઝ કંપનીની ઓફિસમાં મનોરંજન અધિકારના પરવાના વગર પૈસા નો હાર જીતનો જુગાર રમતા 7 ઉદ્યોગપતિ-વેપારીઓને GIDC પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
શ્રાવણ માસ પૂરો થઈ ગયો હોવા છતાં પણ અઠંગ જુગારીયાઓએ જુગાર રમવાનું છોડ્યું નથી. ત્યારે વાપી GIDC પોલીસે વાપી GIDC માં પ્લોટ નંબર 303/5-B 2nd ફેઈસમાં આવેલ સમોર ઇન્ડસ્ટ્રીઝનો માલિક દશરથ પંચાલ કંપનીની ઓફિસમાં જ જુગારધામ ચલાવી જુગાર રમાડતો હોવાની બાતમી આધારે રેઇડ કરી 7 જુગારિયાઓને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
પોલીસ વિભાગમાંથી મળેલી વિગતો મુજબ પોલીસે જુગારધારા કલમ 4,5 મુજબ સમોર ઇન્ડસ્ટ્રીઝની ઓફિસમાં રેઇડ કરી હતી જેમાં
(1) દશરથ ઈશ્વર પંચાલ, ઉંમર વર્ષ 54, ધંધો-વેપાર, રહેવાસી અવધ હેલીકોનિયા હોમ, A-11, ટુકવાડા-વાપી
(2) કરણ હરેશ ભગત, ઉંમર વર્ષ 23, ધંધો-વેપાર, રહેવાસી હિતાર્થ સોસાયટી, B-304 છરવાડા રોડ વાપી,
(3) ચંદ્રકાંત નટવરલાલ પટેલ, ઉંમર વર્ષ 51, ધંધો-વેપાર, રહેવાસી હિતાર્થ સોસાયટી B-301, છરવાડા રોડ વાપી
(4) ભરત અમરત પંચાલ, ઉંમર વર્ષ 47, ધંધો-વેપાર, રહેવાસી મંગલ વાટીકા એપાર્ટમેન્ટ A-2 ફ્લેટ નંબર 401 છરવાડા રોડ વાપી
(5) પ્રકાશ કાંતિલાલ પંચાલ, ઉંમર વર્ષ 57, ધંધો-વેપાર, રહેવાસી હરિકૃપા એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 307, હરિયા પાર્ક ડુંગરા વાપી
(6) હાર્દિક રતિલાલ જોશી, ઉંમર વર્ષ 40, ધંધો વેપાર, રહેવાસી A-202 હિતાર્થ કો.ઓ.હા. સોસાયટી, છરવાડા રોડ વાપી
(7) ભાવેશ પ્રવીણ પંચાલ, ઉંમર વર્ષ 37, ધંધો-વેપાર, રહેવાસી હિતાર્થ સોસાયટી ફ્લેટ નંબર B-202 છરવાળા રોડ વાપી વાળાઓને ઝડપી પાડ્યા હતાં.
પોલીસે પકડેલ આ વેપારીઓ-કમ-જુગારીયાઓ પાસેથી દાવમાં મુકેલ રોકડ રૂપિયા 57,000 તથા અંગ જડતી માંથી મળેલ રૂપિયા 34,650 તેમજ મુદ્દામાલ તરીકે 1,35,000 ના 7 મોબાઈલ, 7,50,000 ના ત્રણ વાહનો મળી કુલ 9,25,350 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડી તમામને GIDC પોલીસ મથકે લાવી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પકડાયેલ તમામ આરોપીઓ પ્રતિષ્ઠિત ઘરના સભ્યો, મોભીઓ હોય આખી રાત પોલીસ સ્ટેશન બહાર તેમની ભલામણો માટે આવનારા લોકોની ભીડ જોવા મળી હતી. જ્યારે કંપનીમાં જ વેપાર કરી કમાવાને બદલે જુગાર રમી કમાવાની મનસા સેવતા 7 જુગારીયાઓ જુગાર રમતા ઝડપાઇ જતા શહેર માં ચકચાર મચી હતી.