Friday, October 18News That Matters

નવરાત્રી મહોત્સવ અને ભારત-પાક ની મેચ દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે વાપીમાં પોલીસનું ફૂટમાર્ચ

આવતી કાલે અમદાવાદમાં ભારત પાકની વર્લ્ડકપની મેચ છે. તો, તેના બીજા દિવસથી શક્તિ આરાધનાનું પર્વ નવરાત્રી મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. આ દરમ્યાન શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ બને નહિ તે માટે વાપીમાં DySP કુલદીપ નાઈ, અલગ અલગ પોલીસ મથકના PI, PSI સહિત પોલીસ કર્મચારીઓએ શુક્રવારે સાંજે સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ માર્ચ કર્યું હતું.

શુક્રવારે સાંજે વાપીના સર્કિટ હાઉસ ખાતેથી ઇમરાન નગર તરફના મુખ્ય માર્ગ પર તેમજ શહેરના અન્ય મુખ્ય રસ્તાઓ પર વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ફૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફૂટ માર્ચમાં ડીવાયએસપી કુલદીપ નાઈ ની અધ્યક્ષતામાં વાપી ટાઉન, વાપી જીઆઇડીસી, LCB, SOG સહિતના પોલીસ મથકોનો સ્ટાફ જોડાયો હતો.

સર્કિટ હાઉસ ખાતે DySP કુલદીપ નાઈ તેમજ વાપી ટાઉન પોલીસ મથકના PI સી. બી. ચૌધરી, GIDC પોલીસ મથકના PI વી. જી. ભરવાડ, SOG શાખાના PI જે. એન. ગોસ્વામીએ ટ્રાફિક શાખાના PSI, પોલીસ મથકના PSI સહિત પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ ના જવાનો સાથે આ ફૂટ માર્ચ યોજી હતી. જેમાં પગપાળા મુખ્ય માર્ગ પર પોલીસ જવાનો શિસ્તબંધ પરેડ સાથે પસાર થયા હતાં. તેમજ સાથે પોલીસ વાહનોનો કાફલો પણ જોડાયો હતો.

ઉલ્લેખનીય છે કે, 14મી ઓક્ટોબરે અમદાવાદમાં ભારત-પાકની વર્લ્ડકપની મેચ છે. તો, 15મી ઓક્ટોબરથી નવરાત્રી મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. આ દરમ્યાન શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ બને નહિ તે માટે શુક્રવારે સાંજે વાપીના મુખ્ય માર્ગ અને સંવેદનશીલ વિસ્તારમાં આ ફૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *