Friday, October 18News That Matters

રામનવમીની શોભાયાત્રા દરમ્યાન કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે વાપીના તમામ મુખ્ય માર્ગો પર પોલીસની ફ્લેગ માર્ચ

ગુરુવાર 30મી માર્ચે રામનવમી પર્વની હિન્દૂ સમાજ હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરવાના છે. રામજન્મોત્સવ નિમિત્તે વાપીમાં ડુંગરાથી તેમજ વાપી ટાઉન વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે. વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા આ માટે તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ત્યારે, કાયદો વ્યવસ્થા જાળવવા વલસાડ પોલીસ પણ સજ્જ બની છે. જે અંતર્ગત વાપીના ટાઉન, ડુંગરા અને GIDC પોલીસ મથકના જવાનોએ શહેરના તમામ મુખ્ય માર્ગો પર ફ્લેગ માર્ચ યોજી હતી.

વાપીમાં DYSP બી. એન. દવેની ઉપસ્થિતિમાં ડુંગરા પોલીસ મથક ખાતે ત્રણેય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર, PSI, કોન્સ્ટેબલ, મહિલા કોન્સ્ટેબલ સહિતના કર્મચારીઓને એકત્ર કરી ફ્લેગ માર્ચ અંગે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતાં. જે બાદ ડુંગરા પોલીસ મથકેથી ફ્લેગ માર્ચના કાફલાને રવાના કરવામાં આવ્યો હતો.

રામનવમી પર્વ દરમ્યાન નિકળનારી શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને, કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે રામનવમીની પૂર્વ સંધ્યાએ ડુંગરા પોલીસ મથકેથી રવાના થયેલો પોલીસ જવાનોનો કાફલો ડુંગરામાં જ્યાંથી રામલલ્લાની શોભાયાત્રા નીકળવાની છે. તે સરસ્વતી મંદિરથી ફ્લેગ માર્ચ શરૂ કરી હતી. ફ્લેગ માર્ચમાં પગપાળા, બાઇક પર તેમજ પોલીસ વાહનોમાં નીકળેલી પોલીસ જવાનોની ફ્લેગમાર્ચને જોવા શહેરીજનો પણ મુખ્ય માર્ગ પર એકત્રિત થયા હતાં.

ડુંગરા સરસ્વતી માતા મંદિરેથી શરૂ થયેલ પોલીસની ફ્લેગ માર્ચ સેલવાસ રોડ પર ચણોદ ગેટ થઈ વાપી ચાર રસ્તા આવી હતી. જ્યાંથી ઇમરાન નગર થઈ ગાંધી ચોક પર અને ત્યાંથી વાપી ટાઉનના ગરનાળા તરફ જે ટાઈપમાં આવેલ હનુમાન મંદિર થઈ પરત ગાંધી ચોકથી કોપરલી રોડ પર ગુંજન આવી હતી. ત્યાંથી છીરીના વલ્લભનગર સુધી યોજાઈ હતી. છીરીમાં ફ્લેગ માર્ચનું સમાપન કરવામાં આવ્યું હતું.

આ ફ્લેગ માર્ચમાં dysp બી. એન. દવેની આગેવાનીમાં વાપી ટાઉન પોલીસ ઇન્સ્પેકટર સી. બી. ચૌધરી, GIDC પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર બી. જે. સરવૈયા અને ડુંગરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર વી. જી. ભરવાડ ના માર્ગદર્શનમાં ત્રણેય પોલીસ મથકના પોલીસ જવાનોએ શિસ્તબદ્ધ ફ્લેગ માર્ચ યોજી શહેરીજનોમાં આકર્ષણ ઉભું કર્યું હતું.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *