વાપીમાં 4 ડિસેમ્બર 2021ના શનિવારે રહેમાન અલી ઉર્ફે સલમાન અજમલ શેખ નામના યુવક પર તેમના જ બનેવી અને પુત્રએ કૌટુંબિક ઝઘડામાં હુમલો કર્યો હતો. જેમાં હુમલો કરનાર મહમદ સઈદ નામના ઇસમેં રહેમાન અલી પર કુહાડીના ગંભીર ઘા કર્યા હોય યુવકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જ્યારે આ ઘટનામાં વાપી પોલીસે CCTV ફુટેઝ આધારે હત્યારાની ઓળખ કરી મહમદ અનવર મહમદ ઇબ્રાહિમ શેખની ધરપકડ કરી હતી. જે બાદ મુખ્ય હત્યારો ઇફતીખાર મહંમદ અનવર શેખ નાસતો ફરતો હતો. જેને પણ ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે.
વાપી ચાર રસ્તા પાસે આવેલ બોસ્ટન ટી સ્ટોલ પર 4 ડિસેમ્બર 2021ના શનિવારે સાંજે ચા પીવા આવેલ લાકડાના વેપારી રહેમાન અલી ઉર્ફે સલમાન અજમલ શેખ પર તેમના જ કૌટુંબિક ભાઈ મહમદ સઈદ ઉર્ફે ઇફતીખાર મહમદ અનવર શેખ અને તેનો ભાઈ તેમજ પિતા મહમદ અનવર મહમદ ઇબ્રાહિમ શેખે કૌટુંબિક અદાવતમાં કુહાડી વડે હુમલો કર્યો હતો. રહેમાન અલી પર મહમદ સઈદે કરેલા હુમલામાં ગરદન, પગ અને માથાના ભાગે જીવલેણ કુહાડીના ઘા મારતા યુવક ગંભીર હાલતમાં ઢળી પડ્યો હતો. જેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં ઘાયલ રહેમાન અલીનું મૃત્યુ નીપજ્યું હતું.
આ ચકચારી ઘટનામાં વાપી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી આસપાસના CCTV ફુટેઝ એકઠા કરી ગણતરીની કલાકોમાં જ હુમલો કરનાર મહમદ અનવર મહમદ ઇબ્રાહિમ શેખની ધરપકડ કરી હતી. જ્યારે પુત્ર મહમદ સઈદ ઉર્ફે ઇફતીખાર મહમદ અનવર શેખ ફરાર થઈ ગયો હતો. જે તેમના વતન યુપીથી ફરી વાપીમાં તેમના ઘરે આવ્યો હોવાની બાતમી મળતા પોલીસે તેને દબોચી લીધો હતો. જે અંગે વાપી ડિવિઝનના ASP શ્રીપાલ શેષમાં એ વિગતો આપી હતી.
મૃતક યુવક સલમાનની ફાઇલ તસવીર
ઉલ્લેખનીય છે કે, સરાજાહેર બનેલી આ હત્યાની ઘટનામાં મૃતક રહેમાન અલી ઉર્ફે સલમાન તેમના ગામ ઉત્તરપ્રદેશના બહેરાઈચ જિલ્લાના હતીનસી ખાતે ગયો હતો. ત્યારે ત્યાં આ હુમલો કરનાર ઇસમની બહેન અને માતા સાથે ઝઘડો કર્યો હતો. જે ઝઘડાની અદાવત રાખી યુપી થી પરત આવેલ રહેમાન અલી ઉર્ફે સલમાન પર મહમદ અનવર મહમદ ઇબ્રાહિમ શેખ તથા તેનો પુત્ર મહમદ સઈદ ઉર્ફે ઇફતીખાર મહમદ અનવર શેખ, મહમદ ઈઝમામ મહમદ અનવર શેખે કુહાડી વડે ખાતક હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો.