Sunday, December 22News That Matters

વાપી ટાઉન પોલીસના કર્મચારીઓને ફરજ દરમ્યાન ઉદ્દભવતી શારીરિક સમસ્યાઓના નિરાકરણ અંગે ફિઝિયો સેમિનારનું આયોજન કરાયું

પોલીસ જવાનોની નોકરી સતત સતર્ક રહી ફરજ બજાવવાની છે. ત્યારે આ ફરજ દરમ્યાન પોલીસ જવાનોને અનેક નાનીમોટી શારીરિક સમસ્યા ઉદભવે છે. સતત ઉભા રહેવાથી કે દોડધામ કરવાથી કમર, ઘૂંટણ, પગના દુખાવા ઉપડે છે. એવા સમયે કેવી કસરતો હિતાવહ છે. તે અંગે વાપીના ચલા ખાતે કાર્યરત ફિઝિયો 360 નામની સંસ્થાએ ટાઉન પોલીસ સ્ટેશને પોલીસ કર્મચારીઓ સાથે એક સેમિનારનું આયોજન કરી વિવિધ શારીરિક સમસ્યાઓનું માર્ગદર્શન અને તેના ઉપાયો માટેની કસરત કરાવી દુઃખાવામાંથી રાહત આપવા પ્રયાસ કર્યો હતો.
 
વાપીમાં શનિવારે વાપી ટાઉન ખાતે એક ફિઝિયો સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર અંગે ટાઉન PI બી. જે. સરવૈયાએ વિગતો આપી હતી કે પોલીસ જવાનો 24 કલાક પોતાની ફરજ બજાવે છે. આ ફરજ દરમ્યાન તેમને બેક પેઇન, ઘૂંટણના કે પગના દુઃખવાની, સ્નાયુ ખેંચાઈ જવા સહિતની સમસ્યા ઉભી થાય છે. આ પ્રકારના દર્દમાં કેવી રીતે સામાન્ય કસરત કરી રાહત મેળવી શકાય તે માટે ચલા ખાતે કાર્યરત ફિઝિયો 360 નામની સંસ્થાના સલીમાં વણઝારા, ફિઝિયોથેરાપીસ્ટ ડૉ. જાનવી સહિત તેમની ટીમે આ સેમિનારનું આયોજન કર્યું હતું. જેમાં પોલીસ જવાનોને આવા શારીરિક દર્દ દરમ્યાન હળવી કસરતો કરીને દર્દમાંથી કેવી રીતે રાહત મેળવી શકાય તેનું માર્ગદર્શન આપ્યું હતું. તેમજ પોલીસ જવાનોને તેના જુના દર્દથી છુટકારો મેળવવા ઉપયોગી કસરતની ટિપ્સ આપી હતી. 
 
સેમિનાર અંગે ફિઝિયો 360ની સલીમાં વણઝારા અને ફિઝિયોથેરાપીસ્ટ ડૉ. જાનવીએ જણાવ્યું હતું કે, પોલીસ જવાનો ફરજ દરમ્યાન માનસિક રીતે અને શારીરિક રીતે ફિટ રહે તે જરૂરી હોય છે. એટલે તેમને મદદરૂપ થઇ શકીએ, સતત ઉભા રહેવાથી કે ફરજના સ્થળેથી ઘટના સ્થળ સુધીની દોડધામ માં ઉભી થતી શારીરિક તકલીફોમાં જાતે જ સામાન્ય હળવી કસરતો કરી રાહત મેળવી શકે તેવા ઉદ્દેશ્યથી આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં પોલીસ જવાનોને કમરના દુખાવામાં, ઘૂંટણના દુખાવામાં રાહત આપતી કસરતો કરાવી તે કસરત કઈ રીતે કરવી તેનું માર્ગદર્શન આપ્યું હતું. તો સાથે જ પોલીસ જવાનોએ પણ તેની વિવિધ શારીરિક સમસ્યાના કાયમી નિદાન માટે પૃચ્છા કરતા તે અંગે જરૂરી કસરતો ઉપાય તરીકે બતાવવામાં આવી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *