સ્વાદના શોખીનો માટે દશેરાનું પર્વ એટલે ફાફડા જલેબીનું પર્વ…ગુજરાતી મેનુમાં ફાફડા જલેબીનું સ્થાન હરહમેશ અવિચળ રહ્યું છે. પરંતુ, દશેરાના દિવસે ફાફડા જલેબી આરોગવા માટે આખું ગુજરાત ફરસાણના સ્ટોલ પર ઉમટી પડે છે. ત્યારે વાપીમાં દશેરા નિમિતે રજવાડીના સીંગતેલમાં બનેલા ફાફડા અને શુદ્ધ ઘીની જલેબી ખરીદવા લોકો દશેરા પર્વની પૂર્વ રાત્રીએ જ ઉમટી પડ્યાં હતા.
વાપીમાં દશેરા પર્વ નિમિત્તે સ્વાદિષ્ટ ફાફડા જલેબી માટે જાણીતા રજવાડી ફાફડા જલેબી બનાવતા જીતુભાઈએ કોરોના કાળના 2 વર્ષ બાદ આ વર્ષે ફરી 4 દિવસ માટે સીંગતેલમાં બનેલા ફાફડા અને શુદ્ધ ઘીની જલેબીનું વેંચાણ કરવા સ્ટોલ ઉભો કર્યો છે. જ્યાં વાપીવાસીઓ દશેરા પર્વની પૂર્વ રાત્રીએ જ ફાફડા જલેબી ની જયાફત માણવા પહોંચ્યા હતાં.વાપીવાસીઓએ સ્થળ પર જ ગરમાગરમ ફાફડા જલેબી આરોગ્યા હતાં. તેમજ વહેલી સવારે સહપરિવાર સાથે પણ ફાફડા જલેબી ખાઈ શકે તે માટે પાર્સલ પેકિંગ કરાવ્યા હતાં.

જલેબી-ફાફડા ના અનોખા સ્વાદ અને સોડમ અંગે રજવાડી ફાફડા જલેબી ના જીતુભાઈએ જણાવ્યું હતું. કે તેઓ વાપીમાં રજવાડી આઈસ્ક્રીમ નામેં આઈસ્ક્રીમનું વેંચાણ કરે છે. હાલમાં તે બંધ કરી દર વર્ષની જેમ કોરોના કાળના 2 વર્ષ બાદ આ વર્ષે ફરી ફાફડા જલેબીનું વેંચાણ શરૂ કર્યું છે. દશેરા પર્વ નિમિત્તે માત્ર 4 દિવસ જ સીંગતેલમાં બનેલા ફાફડા અને શુદ્ધ ઘીની જલેબીનું વેંચાણ શરૂ કરી લોકોને ઉત્તમ ક્વોલિટી આપે છે.

જીતુભાઇ ફાફડા માટે રાજકોટથી ઓસ્કાર બ્રાન્ડનો ચણાનો લોટ, ઉત્તમ ક્વલિટીના મરચા અને ચટણી, કનૈયા ઓઇલ મીલનું સિંગતેલ મંગાવે છે. જ્યારે દમણની શ્રદ્ધા ડેરીમાંથી શુદ્ધ ઘી મંગાવે છે. તેમાંથી સારી ક્વોલિટીના ફાફડ- જલેબી બનાવે છે. જેની વાપીમાં ખૂબ જ ડિમાન્ડ છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો તેમણે બનાવેલા ફાફડા-જલેબી ની ખરીદી કરવા ઉંમટી પડે છે. દશેરા દરમિયાન વાપી વાપીઓને સ્વાદિષ્ટ અને ઉત્તમ પોલિટીના ફાફડા-જલેબી ખવડાવવા એ તેમનો મુખ્ય ધ્યેય છે.

તેમના ફાફડા-જલેબી ખાવા માટે લોકો દશેરાની પણ રાહ જોતા નથી. દશેરા પર્વ પૂર્વે પૂર્વ સંધ્યાએ અને પૂર્વરાત્રીએ વાપી વાસીઓ ગરમાગરમ જલેબી ફાફડા ખાવા માટે ઉંટી પડે છે. દશેરાના દિવસે ફાફડા જલેબી નહીં મળે તેવા આશયથી વાપીવાસીઓ રાત્રે ફાફડા જલેબીના પાર્સલ કરાવીને લઈ જાય છે. તેમના લાઈવ વેચાણમાં રાત્રે મોટી સંખ્યામાં ઘરાકી જોવા મળે છે.
બોક્સમાં પેકિંગ કરવામાં આવેલા ફાકડા જલેબી 30 દિવસ સુધી બગડતા નથી…….
તો ફાફડા જલેબીની પાર્સલ સુવિધા માટે તેમણે ઉત્તમ ક્વોલિટીના બોક્સ મંગાવ્યા છે. જે પ્લાસ્ટિક કોટેડ બોક્ષમાં તેલ બહાર આવતું નથી. જલેબી માટે એર ટાઈટ ડબ્બાઓ, મરચાં માટે પણ સારી ક્વોલિટીની પેપરફોઈલ બેગ, ચટણી માટે સારી ક્વોલિટી ના ડબ્બાનો ઉપયોગ કરે છે. જેમાં પેકિંગ કરવામાં આવેલા ફાકડા જલેબી 30 દિવસ સુધી બગડતા નથી તેઓ દાવો જીતુભાઈ નો છે.
દશેરાએ રજવાડીના ફાફડા જલેબી ખાવાની મજા જ કંઈક ઓર હોય છે……..
જો કે જીતુભાઈના રજવાડી ફાફડા જલેબી આરોગવા માટે રાત્રે જ મોટી સંખ્યામાં લોકોએ ઘસારો બોલાવ્યો હતો કોઈ ગરમાગરમ ફાફડા જલેબીની જયાફત માણવા સાથે દશેરા પર્વના દિવસે વહેલી સવારમાં પરિવાર સાથે પણ આરોગી શકે તે માટે પડાપડી કરી હતી. જલેબી ની ખરીદી કરનારા ગ્રાહકોએ જણાવ્યું હતું કે દશેરા દરમિયાન રજવાડીના ફાફડા જલેબી ખાવાની મજા જ કંઈક ઓર હોય છે.