ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ મોહનભાઈ દેસાઈના ગામ ઉમરસાડી દેસાઈવાડ માં દરીયાઈ ટુરિઝમ ને પ્રોત્સાહન આપવા માટે તૈયાર થઈ રહેલ બ્રિજનો એક પીલ્લર જમીનમાંથી ઉખડી જતા અચરજ ફેલાયું છે.ઉમરસાડી દેસાઈવાડ સ્મશાનભૂમિ અને 66kv પાવરહાઉસની વચ્ચેથી બનાવવામાં આવી રહેલ બ્રિજ ના પીલ્લરની આ દશા બ્રિજના કામ અંગે શંકા ઉભી કરી છે કે, બ્રિજનું કામ કેટલું મજબૂત હશે? કે ભરચોમાસે પત્તા નો મહેલ ધરાશાયી થાય તે રીતે તેનો એક પીલર જમીનમાંથી જ ફસકી ગયો છે. પારડી તાલુકાના ઉમરસાડી ગામમાં બ્રિજ નિર્માણના આ પિલરની આ દુર્દશા જોઈ વિપક્ષ ભાજપ રાજમાં ભ્રષ્ટાચાર છાપરે ચઢીને પોકારી રહ્યો છે. તેનો આ ઉત્તમ નમૂનો હોવાનું જણાવી આ ઘટના માં કોઈ દોષી પુરવાર થશે નહીં. કારણ કે આવા દોષી લોકોના પાર્ટી ફંડ ના કારણે જ ભાજપ આજે મજબૂત બન્યું છે. તેવા રાગ અલાપી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે પારડીના ઉંમરસાડી દેસાઈ વાડથી દરિયા કિનારા તરફ આવાગમન સરળ બનાવવા આ બ્રિજ નિર્માણની કામગીરી હાથ ધરી હતી. જે પૂર્ણ થાય એ પહેલાં બ્રિજ ના પિલ્લરો નીચે ની માટી ધોવાઈ જતા પિલ્લર બીજા પિલ્લર પર જઈ પડ્યો અને અટક્યો હતો. બ્રિજ એવી જગ્યા પર બની રહ્યો છે. જ્યાં માટી નું સતત ધોવાણ થયું છે. આ ઘટના થી અનેક સવાલો ઉઠ્યા છે.