Friday, October 18News That Matters

વલસાડના પાંડે પરિવારે માતૃશ્રી સ્વ. મીનાબેન કૈલાશનાથ પાંડેની પુણ્યતિથિ નિમિત્તે મ્યુનિસિપલ હોસ્પિટલમાં 10 લાખ રૂપિયાની જીવનરક્ષક દવાઓ, ગ્લુકોઝ બોટલોનું વિતરણ કર્યું

વલસાડ શહેરના છીપવાડ સ્થિત પાંડે પરિવાર ના મોભી સ્વ. કૈલાશનાથ અમરનાથ પાંડે દ્વારા તેમના ધર્મપત્ની સ્વ.મીનાબેન પાંડે ની પુણ્યતિથિ નિમિત્તે વલસાડ નગરપાલીકા સંચાલીત મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા જરૂરિયાતમંદ લોકો ને સહાયરૂપ થવાના શુભ આશ્રય સાથે વિવિધ જીવનરક્ષક દવાઓ અને વિવિધ ગલોકોઝ ની બોટલો નું નિઃશુલ્ક વિતરણ નું સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો. માનવ સેવા ના કાર્ય તેમના સંતાનો, પરિજનો, એમ.આર.મિત્ર વર્તુળ, અન્ય મિત્રો ના સહયોગથી અવિરત ચાલુ રાખી 15માં વર્ષે રૂપિયા 10 લાખની દવાઓ જેમાં, ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, વિવિધ ગ્લુકોઝની બોટલો નંગ 4460 નું નિઃશુલ્ક વિતરણ વલસાડ ના આગેવાનોની ઉપસ્તીથીમાં કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં પાંડે પરિવારના વડીલ પ્રભાશંકર પાંડે, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ લઘુમતી મોરચાના મંત્રી ઇલિયાસ મલેક, વલસાડ મહિલા અને બાળ વિકાસ સમિતિ અધ્યક્ષા સોનલબેન સોલંકી, વલસાડ ટાઉન પોલીસ મથકના પી.આઇ. બી. ડી. જીત્યા, વલસાડ આરટીઓ ઇન્સ્પેક્ટર ડી. વી. રામ, સંદેશ અખબાર વલસાડના બ્યુરો ચીફ ઉત્પલભાઈ દેસાઈ, વલસાડ પત્રકાર વેલ્ફેર એસોસિયેશન ના પ્રમુખ હર્ષદભાઈ આહીર, મુસ્લિમ ધર્મગુરુ મોલાના અઝીઝ, મુસ્લિમ સમાજના પ્રમુખ ઝહિરભાઈ દરિયાઈ, વલસાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાજેશભાઈ પટેલ (રાજુ મરચા) વલસાડ વિભાગ કેમિસ્ટ એસોસિયેશનના પ્રમુખ કૌશિકભાઈ માકડીયા, વલસાડ નગરપાલિકાના માજી સભ્ય ઝાકીરભાઇ પઠાણ, શશીભાઈ શેઠિયા, પ્રવિણભાઈ કચ્છી, નરેશભાઈ પટેલ, ઈમ્તિયાઝ કાઝી, સોહિલ કાદરી, વલસાડ શહેરની વિવિધ સામાજિક, સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો પાંડે પરિવારના પરિજનો, વલસાડ ના પત્રકારો, મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા,

ઉપસ્થિત તમામ મુખ્ય મહેમાનો દ્વારા પાંડે પરિવારના મોભી સ્વ. કૈલાશનાથ અમરનાથ પાંડેજીની તમામ સેવાકીય પ્રવૃત્તિઓ ને યાદ કરી બિરદાવ્યા હતા તેમજ તેમના સંતાનો દ્વારા તેમના સેવા કાર્યો ને અવિરત ચાલુ રાખી અનોખી માતૃ,પિતૃ વંદનાને બિરદાવી બિરદાવી હતી.

વલસાડ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક દવા વિતરણ કાર્યક્રમમાં પાંડે પરિવારના દિવ્યેશ પાંડે દ્વારા ઉપસ્થિત મહેમાનો,લોકો નું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું, હોસ્પિટલના ડો. રોહનભાઈ પટેલ દ્વારા પાંડે પરિવાર દ્વારા આપવામાં આવેલ નિઃશુલ્ક દવાઓ વિવિધ ગ્લુકોઝની બોટલો અંગે વિગતવાર માહિતીઓ આપી પાંડે પરિવાર ના આ સેવાકીય કાર્યને બિરદાવી સમગ્ર હોસ્પિટલ વતી આભાર વ્યક્ત કર્યો હતો, કાર્યક્રમની આભાર વિધિ પ્રજ્ઞેશ પાંડે દ્વારા કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન પાંડે પરિવારના પુત્રવધુ મેઘા પાંડે દ્વારા કરવામાં આવ્યું હતું

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *