Friday, January 31News That Matters

રાજ્યમાં 1200થી વધુ પેટન્ટ ફાઇલ થઈ, 2200થી વધુ સ્ટાર્ટઅપ કાર્યરત થયા: CM ભુપેન્દ્ર પટેલ

રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ અને નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે વાપીમાં શ્રી રમણલાલ કુંવરજી દેસાઈ મેમોરીયલ ટ્રસ્ટ સંચાલિત વાણિજ્ય મહાવિદ્યાલય ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ દેશમાં લાગુ થનાર નવી શિક્ષણનીતિએ શિક્ષણવ્યવસ્થાની કાયાપલટ કરી છે. ગુજરાતમાં હાલમાં 1200થી વધુ પેટન્ટ ફાઇલ થઈ હોવાનું અને 2200થી વધુ સ્ટાર્ટઅપ કાર્યરત થયા હોવાનું જણાવ્યું હતું. તો આત્મનિર્ભર ભારતનો પાયો વાપીમાં રજ્જુ શ્રોફે નાખ્યો હોવાનું નાણાપ્રધા કનું દેસાઈએન જણાવ્યું હતું.

 

શુક્રવારે ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ વાપીની મુલાકાતે પધાર્યા હતા. વાપીમાં કોલેજનું ઉદ્ઘાટન કરી મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાત સહિત સમગ્ર દેશ સતત પ્રગતિ કરી રહ્યો છે. જેની પ્રતીતિ આ બજેટમાં પણ જોવા મળી છે. આ બજેટમાં શિક્ષણને મહત્વ આપી યુથ પાવરના પાયા પર બજેટની રચના થઈ છે. યુવા શક્તિના સહારે વિકસિત ભારત, ન્યુ ઇન્ડિયા, આત્મા નિર્ભર ભારતની નેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છે. એટલે બજેટમાં શિક્ષણને લગતી અનેક જોગવાઈ કરવામાં આવી છે.

 

 

બજેટમાં એપ્રેન્ટીસ પ્રીન્યોરશિપ ને પ્રોત્સાહિત કરવા 47 લાખ યુવાનોને સ્ટાઈપેન્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. એ ઉપરાંત દેશમાં અનેક મેડિકલ કોલેજોની સ્થાપના કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી કૌશલ્ય યોજના હેઠળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી રોબોટિક જેવી ઓન જોબ ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે.

 

ઇનોવેશન સ્ટાર્ટ અપ ને અગ્રીમ હરોળમાં મૂકવામાં આવ્યું છે. શિક્ષણ વ્યવસ્થામાં નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકવામાં આવી છે. શિક્ષણ વ્યવસ્થાની કાયાપલટ માટે મૂકેલી નવી શિક્ષણ નીતિમાં પરંપરાગત શિક્ષણના વિષયો સાથે ઇનોવેશન અને રિસર્ચ પર ખાસ ભાર મૂક્યો છે. ગુજરાતમાં હાલના તબક્કે 1200 થી વધુ પેટન્ટ ફાઈલ થઈ છે. 2200 થી વધુ સ્ટાર્ટ અપ કાર્યરત થયા છે. સરકારે હજારો યુવાનોને આર્થિક મદદ કરી પગભર કર્યા છે.

 

વધુમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ગુજરાત સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકસિત રાજ્ય બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દુરંદેશીના કારણે વાઇબ્રન્ટ સમિત અને પ્રોત્સાહક નીતિથી ગુજરાત આજે ઉમરગામ થી માતાના મઢ સુધી ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રે હરણ ફાળ ભરી રહ્યું છે. એ જ રીતે વાપી ઉદ્યોગની સાથે શિક્ષણમાં પણ નવી ક્રાંતિનું સાક્ષી બન્યું છે. વાપીમાં શિક્ષણની જ્યોત જલાવનાર R K મોમોરિયલ ટ્રસ્ટના સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતાં.

 

તો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાજ્યના નાણા ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ પ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આત્મા નિર્ભર ભારતની નેમનો વાપીના ઉદ્યોગોમાં આજથી 50 વર્ષ પહેલા પદ્માભૂષણ રજ્જુ ભાઈ શ્રોફે પાયો પાયો નાખ્યો હતો. વાપીમાં આજે અનેક ઉદ્યોગો કાર્યરત થયા છે. ઉદ્યોગો વતી મુખ્યમંત્રીનો આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો.

 

 

વધુમાં હાલમાં વાપીનો બેનનમૂન વિકાસ થઈ રહ્યો છે. વાપીમાં અનેક નવી જન સુવિધા મળતી થઈ છે. મુખ્ય પ્રધાનની રહેમ નજર હેઠળ અનેક નવા પ્રોજેક્ટ હાથ ધરાયા છે. બ્રીજ, રોડ, ગટરના કામો શરૂ થયા છે. સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં અંડરગ્રાઉન્ડ કેબલિંગ ઉંમર સાડીમાં ફ્લોટિંગ જેટી વગેરે પ્રોજેક્ટના કામ હાથ ધરાયા છે. તેવું જણાવી નાણાપ્રધાને શિક્ષણ ક્ષેત્રે નવી સુવિધા ઉભી કરવા બદલ આર કે દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટના મિલન દેસાઈ ને અભિનંદન પાઠવ્યા હતા.

 

 

આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વાપીના ઉદ્યોગકારો, રાજકીય આગેવાનો શિક્ષણવિદોએ મુખ્ય પ્રધાનનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ પ્રસંગે સૌપ્રથમ શ્રી રમણલાલ કુંવરજી દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટના સંચાલક એવા મિલન દેસાઈએ તમામને આવકાર આપી આ શૈક્ષણિક સંસ્થા કેટલા વર્ષથી કાર્યરત છે અને કેવા પ્રકારનું ઉચ્ચ શિક્ષણ આપી રહી છે તે અંગે વિસ્તૃત છણાવટ કરી વિગતો પ્રસ્તુત કરી હતી. જે બાદ કાર્યક્રમમાં કોલેજના નામ રોશન કરનાર વિદ્યાર્થીઓનું મુખ્યમંત્રીના હસ્તે અને નાણાપ્રધાન કનુ દેસાઈના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

 

 

ઉલ્લેખનીય છે કે વાણિજ્ય કોલેજનું ઉદઘાટન કરવા આવેલા રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને સન્માનિત કરવા વલસાડ જિલ્લાના પાંચેય વિધાનસભાના ધારાસભ્યો, ભાજપ પ્રમુખ સહિત રાજકીય આગેવાનોમાં કોંગ્રેસના વલસાડ જિલ્લા પ્રમુખ સહિત કોંગ્રેસના કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પદ્મભૂષણ રજ્જુ શ્રોફનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાણાપ્રધાને સાલ ઓઢાડી, મોમેન્ટો આપી અભિનંદન પાઠવ્યા હતાં.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *