કોલેજના વિદ્યાર્થીઓ મેળવેલા અભ્યાસનું જ્ઞાન અને એ સિવાયની પ્રતિભા બહાર આવે તેવા ઉદેશથી દર વર્ષની જેમ આ વર્ષે પણ વાપીમાં BBA-BCA રોફેલ કોલેજ ખાતે 15 જેટલી કોલેજોના વિદ્યાર્થીઓ વચ્ચે ઇન્ટર કોલેજ કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 250થી વધુ વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાના દર્શન કરાવ્યા હતાં.
Dyna Fest 2023 ના બેનર હેઠળ આયોજિત આ ઇન્ટર કોલેજ કોમ્પિટિશન અંગે રોફેલ BBA-BCA કોલેજના પ્રિન્સિપાલ ડૉ. પ્રિયકાન્ત વેધએ જણાવ્યું હતું કે, વાપી GIDC માં આવેલ રોફેલ BBA-BCA કોલેજમાં IT અને મેનેજમેન્ટ નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે ઇત્તર પ્રવૃત્તિમાં પણ કોલેજનું નામ રોશન કરે તે માટે Dyna Fest 2023ના બેનર હેઠળ આ આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને પ્રેક્ટીકલ એક્સપોઝર મળે અને જે થીયરીએ ભણ્યા છે એમની વ્યવહારિક આમલવારી કરી શકે તે ઉદ્દેશ્ય છે.
આ કોમ્પિટિશન માં અલગ અલગ થીમ પર 8 ઇવેન્ટ રાખવામાં આવી છે. જેમાંથી ચાર જે વિષયોનો તેઓએ અભ્યાસ કર્યો છે એમના પર છે. જ્યારે અન્ય ચાર ઇવેન્ટ વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા માટેની છે જેમાં રંગોલી, વેસ્ટ માંથી બેસ્ટ બનાવવું જેવી કોમ્પિટિશન છે. આ કોમ્પિટિશન માં લગભગ 250 થી પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. જે વલસાડ થી સુરત જિલ્લા વચ્ચેની અંદાજિત 15 જેટલી કોલેજોમાંથી અહીં ઉપસ્થિત રહ્યા છે.
આ કોમ્પિટિશન માં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી પોતાની પ્રતિભાના દર્શન કરાવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવશે. આ કોમ્પિટિશનમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જે તમામે મનમોહક રંગોળી, વેસ્ટમાંથી બેસ્ટ ચીજવસ્તુઓ બનાવી હતી.