Friday, October 18News That Matters

SVAMITVA યોજના હેઠળ ગુજરાતના માત્ર 253 ગામડાનો જ સર્વે થયો! DNH માં 73

સ્વામીત્વ યોજના હેઠળ દેશના 29 રાજ્યના વિવિધ જિલ્લાઓમાં  ગામડાઓમાં વસવાટ કરતા ઘરના માલિકોને ‘અધિકારોનો રેકોર્ડ’ પ્રદાન કરવાનો છે. આ માટે ડ્રોન ની મદદથી સર્વે કરવામાં આવી રહ્યો છે. જેમાં અત્યાર સુધીમાં કેટલા રાજ્યના કેટલા ગામડાઓમાં સર્વે થયો પૂર્ણ થયો છે? કેટલા રાજ્ય કે સંઘપ્રદેશમાં સર્વે ચાલુ છે તે અંગેની માહિતી કેન્દ્રીય પંચાયતી રાજ રાજ્ય મંત્રી  કપિલ મોરેશ્વર પાટીલે  લોકસભામાં એક લેખિત જવાબમાં આપી હતી.

 

 

SVAMITVA યોજનાનો ઉદ્દેશ્ય કાનૂની માલિકી હક્કો (પ્રોપર્ટી કાર્ડ્સ/ટાઈટલ ડીડ્સ) જારી કરીને ગામડાઓમાં વસવાટવાળા વિસ્તારોમાં મકાનો ધરાવતાં ઘરના માલિકોને ‘અધિકારોનો રેકોર્ડ’ પ્રદાન કરવાનો છે. પંચાયતી રાજ મંત્રાલય, રાજ્ય મહેસૂલ વિભાગ, રાજ્ય પંચાયતી રાજ વિભાગ, રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર અને સર્વે ઓફ ઈન્ડિયા (SoI) ના સહયોગથી આ યોજના અમલમાં મુકાઈ છે. યોજનાના અમલીકરણ માટે અત્યાર સુધીમાં, ગુજરાત રાજ્ય સહિત 29 રાજ્યોએ Survey of India (SoI) સાથે Memorandum of Understanding (MoU) પર હસ્તાક્ષર કર્યા છે.

 

 

 

 

આ યોજના હેઠળ કંટીન્યુઅસલી ઓપરેટિંગ રેફરન્સ સિસ્ટમ (CORS) ના 567 નંબરો સેટ કરવાની કલ્પના કરવામાં આવી છે. જે માટે નાણાકીય વર્ષ 2021-22 માટે, રૂ. 140 કરોડ RE સ્ટેજ માટે ફાળવવામાં આવ્યા છે.  અત્યાર સુધીમાં 112.18 કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા છે.  રિલીઝ થયેલી રકમમાં રૂ.  6.6 કરોડ અને રૂ. 60 લાખ ગુજરાત રાજ્યમાં અનુક્રમે CORS અને લાર્જ સ્કેલ મેપિંગ માટે ફાળવ્યા છે.

 

 

ગુજરાતમાં માત્ર 9 જિલ્લાના 253 ગામડાઓમાં જ ડ્રોન સર્વે……..

 

 

ગુજરાતમાં SVAMITVA અમલીકરણ યોજના અંગે જોઈએ તો ગુજરાતમાં માત્ર 9 જિલ્લાના 253 ગામડાઓમાં જ ડ્રોન સર્વે હાથ ધરાયો છે. વલસાડ સહિતના કેટલાય જિલ્લાઓમાં તો હજુ તેની શરૂઆત જ થઈ નથી તેમ છતાં 7 કરોડ જેવી માતબર રકમ ખર્ચાઈ ચુકી છે. ગુજરાતમાં ડ્રોન દ્વારા હાથ ધરાયેલ જિલ્લાના ગામડાઓમાં અમદાવાદના 17, આણંદના 15, બોટાદના 19,ગાંધીનગરના 18, ખેડાના 19, મહીસાગરના 36, મોરબીના 48, પાટણના 47, વડોદરાના 34 મળી કુલ 253 ગામડાઓ ડ્રોન દ્વારા સર્વે હાથ ધરાયો છે.

 

 

 

 

02.02.2022 સુધીની SVAMITVA યોજનાના અમલીકરણની સ્થિતિ જોઈએ તો કુલ 29 રાજ્યના 1,03,644 ગામડાઓમાં ડ્રોન ઉડાડી સર્વે કરવામાં આવ્યો છે. જેમાં આંધ્રપ્રદેશના 1,362, હરિયાણાના 6,462, કર્ણાટકના 2,201, મધ્યપ્રદેશના 16,508, મહારાષ્ટ્રના 11,519, ઉત્તર પ્રદેશ ના 52,250 ઉત્તરાખંડના 7,783, પંજાબના 677, રાજસ્થાનના 1,409,  ગુજરાતના 253, છત્તીસગઢના 1,458, જમ્મુ અને કાશ્મીરના 443, અરુણાચલ પ્રદેશના 110, દાદરા અને નગર હવેલીના 73, કેરળના 4, ઝારખંડના 220, આસામના 37, ઓડિશાના 108, હિમાચલ પ્રદેશના 89, મિઝોરમના 10,ત્રિપુરાના18, લક્ષદ્વીપ ટાપુના 4, લદ્દાખના 5, સિક્કિમના 1,  પુડુચેરીના 19, તમિલનાડુના 2, ગોવાના 410, આંદામાન અને નિકોબાર ટાપુના 209 ગામડાઓ નો સમાવેશ છે.

 

 

 

02.02.2022 ના રોજ SVAMITVA યોજના હેઠળ CORS ઇન્સ્ટોલેશનની સ્થિતિ જોઈએ તો, હરિયાણા, મધ્યપ્રદેશ, પંજાબ, રાજસ્થાનમાં ઇન્સ્ટોલેશન પૂર્ણ થયું છે. જ્યારે અરુણાચલપ્રદેશ, આસામ, છત્તીસગઢ, ગુજરાત, J&K, કેરળ, ગોવા, ઝારખંડ, લદ્દાખ, લક્ષદ્વીપ, મણિપર, મિઝોરમ, ઓડિશા, સિક્કિમમાં ઇન્સ્ટોલેશન ચાલુ છે. જ્યારે, SoI અને પશ્ચિમ બંગાળ વચ્ચે તો હજુ સુધી એમઓયુ પર હસ્તાક્ષર થવાના જ બાકી છે

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *