Friday, October 18News That Matters

દમણ માં બાઇક ચાલકનો કાર સાથે અકસ્માત, એકનું મોત એક ઘાયલ

સંઘપ્રદેશ દમણના દુણેઠા કોસ્ટલ હાઇવે પર અવી ગ્લોબલ કંપનીની સામે કાર અને બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બેફિકરાઈ ભરી રીતે બાઇક ચલાવી કાર સાથે અકસ્માત સર્જનાર બાઈક પર સવાર બે વ્યક્તિ પૈકી એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે બીજો યુવક ગંભીરરીતે ઘાયલ થતા તેને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે,

 

મંગળવારે આશરે 08:55 કલાકે, દમણના દુણેઠા કોસ્ટલ હાઇવે પર અવી ગ્લોબલ કંપનીની સામે, ફરિયાદી અચથ રશિથ વાસુ દેવન નામનો કાર ચાલક તેમની DD03-X-0087 નમ્બર ની કાર ચલાવીને કોસ્ટલ હાઈવે નાની દમણથી ભીમપોર તરફ જઈ રહ્યો હતો. ત્યારે કોસ્ટલ હાઇવે રોડ પરથી અવી ગ્લોબલ કંપનીની સામે યામાહા ફેઝર રજીસ્ટર નંબર DN09-F- 8668 ના મોટર સાયકલ ચાલકે તેની મોટરસાયકલ પુરઝડપે અને બેદરકારી સાથે રોંગ સાઈડમાં આવી કાર સાથે અકસ્માત સર્જ્યો હતો. જેમાં બન્ને બાઇક ચાલકો બાઇક પરથી જમીન પર ફંગોળાયા હતાં.

 

જેમાં યામાહા ફેઝર મોટર સાયકલ ચાલક તુષાર નીલકંઠને જમણા પગમાં ગંભીર ઈજા થઈ હતી અને મોટર સાયકલ પાછળ બેઠેલા વ્યક્તિ શિવમકુમાર બિનોદરામનું માથામાં ગંભીર ઈજાને કારણે મૃત્યુ થયું હતું. મૃતક વ્યક્તિ અને ઘાયલ વ્યક્તિ બંને સાઈ ફાયર સેફ્ટી કંપનીમાં કામ કરે છે.  અકસ્માતની જાણ નાની દમણ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ આ સંદર્ભે, IPC ની કલમ 279, 338, 304 – A અને MV ACT ની કલમ 177, 184 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *