વાપી :- વાપીમાં જાણીતી જંતુનાશક દવાઓ બનાવતી કંપની ના વિજિલન્સ વિભાગના જનરલ મેનેજરે ગોવિંદા કોમ્પ્લેક્ષમાં નવજ્યોત એગ્રો કેમિકલ એન્ડ ટ્રેડર્સ નામની દુકાન ધરાવતા ઇસમને અલગ અલગ કંપનીઓની ડુપ્લીકેટ જંતુનાશક દવાઓ સાથે ઝડપી પાડી પોલીસને જાણ કરતા વાપી ટાઉન પોલીસે ડુપ્લીકેટ જંતુનાશક દવાઓનું વેંચાણ કરતા નવલકિશોર સંપતરાય દૂધેની ધરપકડ કરી જંતુનાશક દવા વેન્ચવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
વાપીમાં આવેલ UPL, બાયર તેમજ મુંબઈ સ્થિત FMC, Sygenta જેવી કંપનીઓના ખોટા બેચ નંબર, ટ્રેડ માર્ક લગાવી ડુપ્લીકેટ જંતુનાશક દવાઓ અને બિયારણ વેંચતા ઇસમને 93,070 રૂપિયાની દવા, 10 લાખની કાર મળી કુલ 11,23,070 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે તેમને ડુપ્લીકેટ માલ સપ્લાય કરનાર લખનઉના આર્યન ઉર્ફે અમિત કુમાર માલ ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
પકડાયેલ ઇસમ અંગે વધુ મળતી વિગતો મુજબ વાપીના ગોવિદા કોમ્પ્લેક્ષમાં બીજા માળે નવજ્યોત એગ્રો કેમિકલ્સ એન્ડ ટ્રેડર્સ નામે દુકાન ધરાવતો અને દમણમાં રહેતો નવલકિશોર દૂધે લખનઉ ના આર્યન ઉર્ફે અમિત કુમાર માલ પાસેથી ખેતીના પાકમાં છાંટવાની જંતુનાશક દવાઓ બનાવતી અગ્રણી કંપનીઓની બ્રાન્ડેડ દવાઓની સામે ડુપ્લીકેટ દવાઓ બનાવી વેંચે છે. જે વિગત કંપનીના વિજિલન્સ વિભાગના જનરલ મેનેજર વાસુદેવ શીશપાલ યોગીને મળતા તેમણે વાપીમાં આવી વોચ ગોઠવી હતી.
જે દરમ્યાન GJ15-CL-7465 નંબરની કારમાં ગોવિંદા કોમ્પ્લેક્ષમાં આવેલ નવલકિશોરને ઝડપી લઈ કારમાં તપાસ કરતા કારમાંથી અલગ અલગ કંપનીઓની જંતુનાશક દવા જેવી કે Saaf Fungicide, Coragen Insecticide, Virtako, Antracol Contect Fungicide ના પાઉચ અને બોટલ મળી આવી હતી. જે તમામ ડુપ્લીકેટ હોય વાપી ટાઉન પોલીસને જાણ કરી આરોપીને સુપ્રત કરતા વાપી ટાઉન પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે આર્યન ઉર્ફે અમિતકુમાર માલને વોન્ટેડ જાહેર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસમાં નકલી જંતુનાશક દવાઓ બનાવી વેંચાણ કરતા આ ઇસમે આ પહેલા પણ સાતેક વખત દિલ્હીથી આ નકલી દવાનો જથ્થો મંગાવી વેંચાણ કર્યો છે. અને જંતુનાશક દવાઓ બનાવતી દેશની અગ્રણી કંપનીઓ તેમજ ખેડૂતો સાથે છેતરપીંડી કરી છે. નવલકિશોર નકલી જનતુનાશક દવાઓ વેંચાણ કરવા મામલે આ પહેલા પણ ઝડપાઇ ચુક્યો છે. હાલમાં પોલીસે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી આ કૌભાંડમાં દિલ્હી અને અન્ય રાજ્યના ક્યાં ઈસમો સામેલ છે. તે અંગે તપાસ હાથ ધરી છે. જેમાં મળતી માહિતી મુજબ નકલી જંતુનાશક દવાઓ બનાવી વેન્ચવાનું આ કરોડોનું કૌભાંડ હોય તેવી શકયતા વ્યક્ત કરી છે.
Do you want to become a Canadian citizen and have a business?
https://arnikavisa.com/canada-investor-visa-learn-about-investment-immigration
Hi, unfortunately, I faced challenges with the slow loading speed of your website, leading to frustration. I recommend a service, linked below, that I’ve used personally to significantly improve my website speed. I really love your website…Optimize now
How about your site
Click here