Thursday, December 26News That Matters

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિતે નાણામંત્રીએ “સરદાર હાઈટ્સ” સરકારી આવાસની મુલાકાત લીધી હતી. સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી

 

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિતે વલસાડમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ વલસાડના ભાગડાવાડા ગામ સ્થિત “સરદાર હાઈટ્સ” સરકારી આવાસની મુલાકાત લીધી હતી. અને દિવાળીના પર્વ નિમિત્તે યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી. તમામ ને શુભકામનાઓ પાઠવી હતી.

દેશના લોહ પુરૂષ ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર ના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કાર્યરત ડબલ એન્જિનની ગુજરાત સરકાર ના કાર્યક્રમ મુજબ

આજરોજ ગુજરાત રાજ્ય સરકારના નાણાં, ઊર્જા,પેટ્રોકેમિકલસ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ વલસાડ ના ભાગડાવાડા ગામ સ્થિત “સરદાર હાઈટ્સ” સરકારી આવાસ ની રૂબરૂ મુલાકાત કરી દિવાળીના પર્વ નિમિત્તે યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે તમામ ને શુભકામનાઓ પાઠવી હતી તેમજ સરકાર દ્વારા ફાળવવામાં આવેલ આવાસોમાં રહેતા રહીશો ના ઘરની રૂબરૂ મુલાકાત કરી હતી

આ તબક્કે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, વલસાડ જિલ્લા ના કલેકટર નૈમેશ દવે, વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. કરણરાજ વાઘેલા, વલસાડ જિલ્લા ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, સરદાર હાઈટ્સ ના હોદ્દેદારો, સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *