વાપીમાં રામનવમીના પાવન પર્વ નિમિત્તે તેમજ હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાં લોકો ઠંડકનો એહસાસ કરી શકે તેવા ઉદેશથી ઠંડી મસાલા છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
વાપીના ગીતા નગર વિસ્તારમાં રેલવે સ્ટેશન ખાતે આવેલ ગુરુકૃપા સીટી બસ સર્વિસના જીતુભાઇ અને તેમની ટીમ દ્વારા અનોખું આયોજન કરાયું હતું. જેમાં વાપી નગરપાલિકા સીટી બસ કન્ટ્રોલ ઓફીસ ખાતે નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવી હતી. ઠંડી છાશ પી ને મુસાફરો, રાહદારીઓ અને રામનવમીની શોભાયાત્રામાં જોડાયેલ હજારો ભક્તોએ કાળઝાળ ગરમીમાં ઠંડકનો એહસાસ કર્યો હતો. નિઃશુલ્ક છાશ વિતરણ કાર્યક્રમનું નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરાબેન શાહ અને શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગુરુકૃપા સીટી બસ સર્વિસના સંચાલક જીતુભાઇ દ્વારા ગયા વર્ષે પણ નિઃશુલ્ક છાશ નું વિતરણ કર્યું હતું. જેમાં અંદાજિત 90 જેટલા કેરેટ છાશના પાઉચ મંગાવી તેનું વિતરણ કર્યું હતું. જ્યારે આ વર્ષે પણ લોકો ની સેવા માટે નિઃશુલ્ક છાસ નું વિતરણ કર્યું હતું.