ભારતીય જનતા પાર્ટી વાપી શહેર, નોટિફાઇડ મંડળ, નગરપાલિકા, અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા આયોજિત ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 72 માં જન્મદિવસે ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્તીથીમાં વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
નમોના જન્મ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં શનિવારે સૌપ્રથમ વાપીમાં ગીતાનગર શાળા પાસે સ્વચ્છતા અભિયાનને પ્રસ્થાન કરાવ્યું હતું. જે બાદ રેલવે સ્ટેશન રોડ પર પાલિકા કોર્પોરેટર સતીશ પટેલના ઘરે 72 ગરીબ પરિવારોને અનાજ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. એ ઉપરાંત વાપી અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ
દ્વારા આયોજિત 11 સ્થળો પર રક્તદાન કેમ્પ પ્રસંગે તેરાપંથ ભવન ખાતે રક્તદાન કેમ્પમાં હાજરી આપી રક્તદાતાઓનું સન્માન કર્યું હતું. હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ ફૂટ વિતરણ, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.
આ પ્રસંગે નાણાપ્રધાન કનું દેસાઈએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન ના જન્મ દિવસે જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત મળી શકે તે માટે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા દેશભરમાં રક્તદાન કેમ્પનું આયોજન કરી 1.50 લાખ બોટલ રક્ત એકત્ર કરવાનો નીર્ધાર કર્યો છે. જે સરાહનીય છે. વડાપ્રધાન ના જન્મ દિવસને લઈને સમગ્ર ગુજરાતમાં દરેક ગામ, શહેર ગલીમાં વિવિધ સેવાકીય કાર્યક્રમોનું અયોજન કરી જન્મ દિવસની શુભકામના પાઠવી છે.