Friday, October 18News That Matters

વાપીમાં ગાંધી જયંતિ નિમિત્તે ભાજપ-કોંગ્રેસના આગેવાનો એ બાપુને કર્યા યાદ, બાપુની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી નમન કર્યા

2જી ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મોહનચંદ કરમચંદ ગાંધીનો 154મો જન્મ દિવસ હતો. મહાત્મા અને રાષ્ટ્રપિતાનું બિરુદ મેળવનાર ગાંધીજીને યાદ કરી આ દિવસે ભાજપ-કોંગ્રેસના આગેવાનોએ વાપીમાં આવેલ કોપરલી ચાર રસ્તા ખાતે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી, ફુલહાર ચઢાવી નમન કરવા સાથે, દેશની આઝાદીમાં આપેલા યોગદાનને યાદ કર્યું હતું.

વાપીમાં કોપરલી ચાર રસ્તા, ગાંધી સર્કલ ખાતે મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપી નગરપાલિકા અને ભાજપ દ્વારા આયોજિત ગાંધી જયંતીના કાર્યક્રમમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ, VIA પ્રમુખ સતીશ પટેલ, કારોબારી ચેરમેન મિતેશ દેસાઈ સહિત ભાજપના કાર્યકરો, વાપી નગરપાલિકાના સભ્યોએ ગાંધીજીની પ્રતિમાને સુતર ની આંટી, ફુલહાર ચઢાવી નમન કર્યા હતાં. તેમજ ગાંધીજી ખાદી ના હિમાયતી હોય નાણાપ્રધાને ખાદીની ખરીદી કરી ખાદી નો પ્રચાર પ્રસાર કર્યો હતો.

ગાંધી જયંતિ નિમિતે ભાજપના આગેવાનોની જેમ કોંગ્રેસના આગેવાનોએ પણ ગાંધી જયંતિ નિમિતે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી અને ફુલહાર ચઢાવી દેશની આઝાદીમાં બાપુએ આપેલા યોગદાનને યાદ કર્યું હતું. કોંગ્રેસી આગેવાન અને વાપી નગરપાલિકાના વિપક્ષી નેતા ખંડુભાઈ પટેલ સહિત કોંગ્રેસના કાર્યકરો ગાંધી જયંતિ નિમિતે ગાંધી સર્કલ પર એકત્ર થયા હતાં. તમામે ગાંધીજીની પ્રતિમાને ફુલહાર, સુતરની આંટી ચઢાવી નમન કરી ગાંધી જયંતીની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ભાજપ કોંગ્રેસના નેતાઓ વચ્ચે રાજનીતિથી પર રહેલી મિત્રતાને બન્ને પક્ષના નેતાઓએ પ્રદર્શિત કરી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *