વાપી : ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરિયા એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ, વાપીમાં યોગા ડે ઉજવણીની વ્યવસ્થા શારિરીક શિક્ષણના પ્રાધ્યાપક ડૉ.મયુર પટેલ ના માર્ગદર્શન હેઠળ વિવિધ આસનો સ્વસ્થ શરીર માટે કેટલા જરૂરી છે એ પ્રેકટીકલી સમજાવતા યોગા કરી 21મી જૂન 2023 ના રોજ 9માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
વિઘાર્થીઓની સાથે આંતરરાષ્ટ્રીય યોગાની ઉજવણીમાં વાપીના R.S.S. ના કાર્યકર્તા ભરતભાઈ પટેલ પણ રહ્યા હતા. આ દિવસે વિશ્વના તમામ લોકોએ એક સાથે યોગા કરીને સમગ્ર વિશ્વ આજના ડીજટલ યુગમાં માનવતામાં પણ યોગ દ્વારા વૃધ્ધિ પામે તેનું મહત્વ સમજાવ્યુ હતું. સમગ્ર પ્રોગ્રામ કોલેજના N.S.S. Unit ના પ્રોગ્રામ ઓફીસર મીસ. ખુશ્બુ દેસાઈએ આયોજન કર્યુ હતુ.
કોલેજના દરેક સ્ટાફ મિત્રો, તથા મોટી સંખ્યામાં વિઘાર્થીઓએ ભાગ લઈ પ્રોગ્રામને સફળ બનાવતા કોલજના આચાર્ય ડો. પૂનમ બી. ચોહાણે સમગ્ર વિઘાર્થી ગણ તથા સ્ટાફ મિત્રોનો આભાર વ્યક્ત કરી જીવનામાં યોગ ને મહત્વ આપી સ્વસ્થ રહી માનવતા માટે વૃધ્ધિ પામવાની શુભેચ્છા પાઠવી હતી.