Monday, February 24News That Matters

ઉદવાડા ક્વોરી જ નહીં પરંતુ જિલ્લામાં ચાલુ અને બંધ પડેલ તમામ ક્વોરીમાં તંત્રએ ઓડિટ કર્યું કે નહીં તેની વિગત જાહેર કરવી જોઈએ

ઉદવાડા ક્વોરી આસપાસના રહેવાસીઓ માટે આફત બની છે. જેને લઇને સ્થાનિકોએ તંત્ર સુધી રાવ કરતા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દોડતા થયા છે. જો કે, સ્થાનિકોની સમસ્યા નું નિરાકરણ ક્યારે આવશે તે તો અધિકારીઓની તપાસ બાદ જ જાણવા મળશે. પરંતુ આવી સમસ્યા જિલ્લાની અન્ય ક્વોરી આસપાસ રહેતા લોકો પણ ભોગવી રહ્યા છે. તો, ક્વોરી માલિકોની અવારનવાર ની દાદાગીરીનો પણ ભોગ બનતા રહ્યા છે.

જો કે સ્થાનિક જાગૃત નાગરિકો એ આ મામલે તલસ્પર્શી તપાસ થાય તેવી માંગ કરી છે. તેમજ જિલ્લામાં જેટલી પણ ખાણ ચાલુમાં છે તેનું અને જે બંધ પડેલ છે તેનું પણ ખાણ ખનીજ વિભાગે ઓડિટ કરાવવું જોઈએ. દરેક ખાણ કેટલી ઊંડી છે. બંધ છે કે ચાલુમાં છે. જે કેટલીક ખાણ માં ઊંડાઈ છુપાવવા પાણી ભરે છે. અથવા પાણી ભરાયેલ છે. તેની પણ તપાસ કરી જાહેર જનતા સમક્ષ ખુલાસો કરે…….. ત્યારે, જાગૃત નાગરિકોની આ અપેક્ષા ફળીભૂત થશે કે કેમ તે જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *