ભિલાડ પોલીસ મથકમાં એક ભંગારના વેપારીએ એક તેજસ નામના કથિત પત્રકાર અને અન્ય ઈસમ મળી 2 લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ પત્રકારે ફરીયાદીને ફોન કરી જણાવેલ કે, તમે ગેર કાયદેસર રીતે કંપનીમાંથી કચરો લાવી સળગાવો છો. તે બાબતે ભીલાડ ગ્રામ પંચાયતમાં તેમજ ભીલાડ પોલીસ સ્ટેશનમાં અરજીઓ થયેલી છે. પણ તમે પેપરના પાને નહિ ચઢો તેમ કહી પોલીસના નામે ડરાવી ધમકાવી, સમાજમાં બદનામ કરવાની ધમકીઓ આપી ફરીયાદી પાસેથી રોકડા રૂપિયા તેમજ ફોન પે દ્રારા 51,500 રૂપિયા બળ જબરી પુર્વક કઢાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઇ છે.આ અંગે મળતી વિગત મુજબ ભીલાડ નુર હોટલની પાછળ એક ભંગારનો ધંધો કરતા વેપારીએ આ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, તે ભીલાડ ઝરોલી ખાતે આવેલ કંપનીમાંથી ભંગારનો કચરો લાવી તેમાંથી ભંગાર અને કચરો અલગ અલગ કરી ભંગારનો વેપાર ધંધો કરે છે.જેને ગઇ તા.02/10/2024 ના આ કથિત પત્રકારે ફોન કરી નરોલી ઓવરબ્રીજ પાસે મળવા બોલાવ્યો હતો. જેમાં તેજસે જણાવેલ કે આ તમે જે ગેર કાયદેસર રીતે કંપનીમાંથી કચરો લાવી સળગાવો છે. તે બાબતે ભીલાડ ગ્રામ પંચાયતમાં તેમજ ભીલાડ પોલીસ સ્ટેશનમાં અરજીઓ થયેલી છે.
આ મેટેર બે ત્રણ પત્રકારોને પણ મળેલી છે. તમે પેપરના પાને નહિ ચઢો તેમ કહી 11,000 રૂપિયાની માંગણી કરી હતી. જે રકમ ફરિયાદીએ ચૂકવી હતી. તે બાદ બીજા દિવસે આ પત્રકારે ફરી ફોન કરી એ જ હોટેલ પર બોલાવી મનિષભાઈ નામના વ્યક્તિની ઓળખ કરાવી 12,500 રૂપિયા કઢાવેલ. જે આપ્યા બાદ ફરી તેને જણાવેલ કે, અરજી પોલીસમાં પહોંચી ગયેલી છે. જેથી પોલીસવાળા સાહેબને 25,000 રૂપિયા આપવા પડશે તેમ કહી બીજા 25,000 રૂપિયા પણ લીધા હતાં.
જે તમામ રૂપિયા આપ્યા બાદ અરજીની કોપી માંગતા એ માટે વધુ રૂપિયા 3000 ની માંગણી કરતા એ પણ ચૂકવ્યા હતાં. આમ કુલ 51,500 રૂપિયા આ કથિત પત્રકારે કઢાવી લીધા બાદ પણ માહિતી આપી નહોતી અને તેના મળતીયા મનીષ નામના અન્ય કથિત પત્રકાર સાથે મળી માહિતી ન્યુઝમાં આપવાની અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હેરાન પરેશાન કરતા હોય એ અંગે ફરિયાદીએ આખરે ભિલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ આધારે હાલ ભિલાડ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.