વલસાડ જિલ્લાના અંભેટી ગામના ખરેડા ફળીયામાં રહેતા મનીષભાઈ રણછોડભાઈ ધોડીયા પટેલના ઘરે 24મી માર્ચે હોળીના દિવસે પાંચ અજાણ્યા ઈસમો પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ઘરમાં ઘુસી ગયા હતાં. જેઓએ હોળીના તહેવારમાં ઉઘરાવેલ ફંડ ફાળાના રોકડા રૂપીયા તથા મોબાઈલ ફોનની લુંટ કરી હતી. તેમજ ફરીયાદી તથા તેના મિત્રને કારમાં બેસાડી અપહરણ કરી લઈ ગયા બાદ મારી નાખવાની ધમકી આપી ખંડણીના પૈસા લઈ ફરીયાદીને રસ્તામાં ઉતારી ભાગી ગયેલ
આ બનાવ અંગે વલસાડ જીલ્લાના પોલીસ અધિકારી/કર્મચારીઓની ટીમો ધાડના ગુનામાં સંડોવાયેલ આરોપીની સી.સી.ટી.વી. ફુટેજ આધારે તપાસમાં હતી. તે દરમ્યાન એલ.સી.બી વલસાડના પોલીસ સબ ઈન્સ્પેક્ટર જે. એન. સોલંકીને બાતમી મળેલ કે નાનાપોંઢા પો.સ્ટે વિસ્તારમાં આવેલ અંભેટી ગામ ખાતે બનેલ ધાડના ગુનામાં સંડોવાયેલ ટોળકીના બે સભ્યો અંભેટી ગામ ખરેડા ફળીયા પંચનાથ મહાદેવના મંદિરની પાસે આવેલ કોલક નંદીના પુલ પાસે એક સિલ્વર કલરની અર્ટીગા કારમાં બેસેલ છે.
જે બાતમી આધારે અંભેટી ગામ ખરેડા ફળીયા પંચનાથ મહાદેવના મંદિરની પાસે આવેલ કોલક નદીના પુલ પાસેથી ધાડના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ (1) અનીલભાઈ બાપુડભાઈ ધોડીયા પટેલ તથા (2) સંજયભાઈ ધીરુભાઈ ધોડીયા પટેલને ઝડપી પાડ્યા હતાં. તેઓના કબજામાંથી રોકડા રૂપિયા 2,20,000/-નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલ આરોપીઓને વધુ તપાસ અર્થે નાનાપોંઢા પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે.
આમ અંભેટી ગામ ખરેડા ફળીયા ખાતે ફરીયાદીના ઘરેથી રોકડા રૂપીયા 1લાખ તથા ત્રણ મોબાઈલ ફોનની લુંટ કરી ફરીયાદીનું અપહરણ કરી લઈ જઈ ફરીયાદીને મારી નાખવાની ધમકી આપી ફરીયાદીને છોડવા માટે રોકડા રૂપીયા 1,40,000/-ની ખંડણી માંગી ધાડના ગુનાને અંજામ આપનાર ટોળકીના બે સભ્યોને ગણતરીના દિવસોમાં ઝડપી પાડવામાં આવ્યા છે.
પકડાયેલ આરોપીઓ સહઆરોપીઓ સાથે મળી કોઈ મકાનને ટાર્ગેટ કરી પ્લાન બનાવી ખોટી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ઘરના ઘુસી ઘરમાં રાખેલ રોકડા રૂપીયા તથા મોબાઈલ ફોનની લુંટ ચલાવી તેમજ ચુંટણીનો સમય છે જેથી વધારે પૈસા ઘરે ન રાખી શકો તેવી ધાક ધમકી આપી ખાનગી વાહનમાં અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઈ જઈ મારી નાખવાની ધમકી આપી માર મારી ખંડણીની માંગણી કરવાની ટેવવાળા છે.
પકડાયેલ આરોપીઆ સંજયભાઈ ધીરુભાઈ ધોડીયા પટેલ સામે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાયેલી છે. સહ આરોપીઓ ચંપકભાઈ બહાદુર પટેલ, વિક્રમ ઉર્ફે વીકી છોટુભાઈ ધોડીયા પટેલ, સંજયભાઈ નટુભાઈ ધોડીયા પટેલ તથા અન્ય ત્રણ ઈસમો જેઓના નામઠામ ખબર નથી તેઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે હાલ 2 આરોપીઓને ઝડપી પાડવા સાથે રોકડા રૂપીયા 2.20 લાખ, 5 લાખની કાર મળી કુલ 7.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સદર કામગીરી સુરતના ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક વાબાંગ જામીર તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક બી.એન.દવે દ્વારા પોલીસ ઈન્સ્પેક્ટર LCB વલસાડને સુચના અને સતત માર્ગદર્શન આપી PSI જે. એન. સોલંકી તથા પેરોલ ફર્લો સ્કવોડના PSI જે. જી. વસાવા તથા એમ.કે.ભીંગરાડીયા તથા SOG PSI બી.એચ.રાઠોડ, નાનાપોંઢા પો.સ્ટે.ના PSI એન. સી. સગર, એલ.સી.બી. સ્ટાફ, પેરોલ ફર્લો સ્કોડ, નાનાપોંઢા પો.સ્ટે.ના કર્મચારીઓએ ટીમ વર્કથી કરી હતી.