શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ વાપીમાં તારીખ- ૦૯/૧૨/૨૦૨૩ શનિવારના રોજ કેમ્પસ એકેડેમીક ડીરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર અને કોલેજના આચાર્ય ડૉ. સચિન બી. નારખેડેના માર્ગદર્શન અને અસોસીએટ પ્રોફેસર શેતલ બી. દેસાઇના નેતૃત્વ હેઠળ ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ દ્વારા એક દિવસીય નવા રજીસ્ટ્રેશન અને લાઇસન્સ રિન્યુઅલનો મેગા કેમ્પ યોજાયો હતો.
આ કાર્યકર્મમાં ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના રજિસ્ટ્રાર જશુભાઈ ચૌધરીના સંકલન હેઠળ આખી ટીમ, જેમાં એડિશનલ રજિસ્ટ્રાર જી. સી. મેકવાન, ભૂપેન્દ્રભાઈ પટેલ, શાહીલ યાદવ, આદિત્ય સોલંકી, મયુર સોલંકી અને દર્શન વસાવડા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ૬૭ જેટલા ફાર્મસિસ્ટોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં ૫૬ નવા રજીસ્ટ્રશન અને ૧૧ રિન્યુઅલ ફોર્મ ભરાયા હતા.
આ કાર્યક્રમમાં નવા રજીસ્ટ્રશન અને લાઇસન્સ રિન્યુઅલના તમામ કાર્ય ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના રજિસ્ટ્રાર જી. સી. મેકવાન અને તેમની ટીમ મેમ્બરના નેતૃત્વ હેઠળ યોજાયા હતા. જેનો ફાર્મસિસ્ટોએ લાભ લીધો હતો. આ કાર્યકર્મ ને સફળ બનાવવા માટે આસિસ્ટન્ટ પ્રોફેસર હર્ષ લાડ, આસિસ્ટન્ટ પ્રોફેસર અભિષેક જોશી, આસિસ્ટન્ટ પ્રોફેસર સંજય સરવૈયા તેમજ સિનિયર લાયબ્રેરિયન શ્રીમતી સોનલ ઠાકોર નો આગળ પડતો સહયોગ રહ્યો હતો.
આ કાર્યક્રમ બદલ સ્વામિનારાયણ સંસ્થાના અધિસ્થાપક પરમ પૂજ્ય. સ્વામી પૂરાણી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પુરાણી કપિલ જીવનદાસજી, પરમ પૂજ્ય રામસ્વામીજી, ટ્રસ્ટી બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્ટીગણ, કેમ્પસ એકેડેમિક ડીરેક્ટર ડો. શૈલેશ લુહાર, કેમ્પસ ડીરેક્ટર હિતેન ઉપાધ્યાય, આચાર્ય ડૉ. સચિન બી. નારખેડે અને તમામ સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.